ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ ઘટ્યું , ઉત્તર ગુજરાતમાં ધુમ્મસની આગાહી

ગુજરાતમાં જાન્યુઆરીના મધ્યભાગમાં ઠંડીનો પારો નીચો આવ્યો છે, પરંતુ તે હજુ પણ સામાન્ય કરતાં થોડો ઓછો જ છે. આજે સવારે વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનમાં અમદૃાવાદૃમાં ૧૩.૩ ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં ૧૩.૭ ડિગ્રી, વડોદૃરામાં ૧૨.૨ ડિગ્રી, સુરતમાં ૧૫.૧ ડિગ્રી અને દૃમણમાં ૧૫.૦ ડિગ્રી નોંધાયા છે. સૌથી નીચું તાપમાન નલિયામાં ૧૦.૮ ડિગ્રી અને પોરબંદૃરમાં ૧૧.૦ ડિગ્રી નોંધાયું છે, જ્યારે દ્વારકામાં ૧૭.૮ ડિગ્રી અને ઓખામાં ૧૯.૬ ડિગ્રી જેવું સૌથી ગરમ રહૃાું છે.ભારતીય હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વર્ષે ઉત્તર ભારતમાં મજબૂત પશ્ર્ચિમી વિક્ષેપના અભાવે હિમાલય પર ભારે હિમવર્ષા ઓછી થઈ છે. જેના કારણે ઠંડા પવનોનું મેદૃાની વિસ્તારો અને ગુજરાત સુધી પહોંચવું ધીમું પડ્યું છે. આ સાથે અલ નિનોની અસરને કારણે વૈશ્ર્વિક સ્તરે શિયાળો સામાન્ય કરતાં હુંફાળો રહૃાો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુત્તમ તાપમાનમાં મોટો ઘટાડો અટકી ગયો છે.

દૃેશના ઉત્તરપશ્ર્ચિમ ભાગ અને બિહારમાં આગામી પાંચ દિૃવસ દૃરમિયાન સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા છે. રાજસ્થાનના પિલાનીમાં દૃેશનું સૌથી ઠંડું શહેર રહૃાું હતું, જ્યારે દિૃલ્હીના આયાનગરમાં પારો ૨.૯ ડિગ્રી સુધી નીચો આવ્યો હતો. હવામાન વિભાગના અનુસાર, દિૃલ્હીના લોકોને ઓછામાં ઓછા બે દિૃવસ સુધી આ તીવ્ર ઠંડીમાંથી રાહત નહીં મળે. ઘણા મેદૃાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન રેકોર્ડ નીચા સ્તરે પહોંચી રહૃાું છે અને કેટલાક સ્થળોએ તે શૂન્ય ડિગ્રીની નજીક પહોંચી રહૃાું છે.

ગુજરાતમાં આગામી ૫ દિૃવસ (૨૨થી ૨૬ જાન્યુઆરી) દૃરમિયાન હવામાન મોટે ભાગે સૂકું રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તે સ્થિર રહેશે અથવા થોડું વધી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં સવારે ધુમ્મસની સંભાવના રહેશે, જેના કારણે વાહનચાલકોએ સાવચેતી રાખવી જ‚રી છે.તાજેતરના અહેવાલો અનુસાર, ૨૨ જાન્યુઆરીથી પશ્ર્ચિમી વિક્ષેપની અસર વધી શકે છે, જેના કારણે ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હળવો વરસાદૃ કે માવઠું પડવાની શક્યતા છે. આ અસર ૨૩-૨૪ જાન્યુઆરીએ વધુ જોવા મળી શકે છે. ત્યારબાદૃ ૨૫ જાન્યુઆરી પછી ફરી ઠંડીમાં વધારો થઈ શકે છે.