ઘોઘંબામાં દિપડો રાત્રિના સમયે ટહેલતો વીડિયો વાયરલ : ગ્રામજનોમાં ફફડાટ

ઘોઘંબા નગરમાં દિપડો લટાર મારતો હોવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈને નગરજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તેમજ નગરમાં રાત્રિના સમયે લોકો ધરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

ઘોઘંબાના બિરસા મુંડા ચોકડી વિસ્તારમાં રાત્રિ દરમિયાન દિપડો બિન્દાસ્ત લટાર મારતો જોવા મળ્યો હતો. ઘોઘંબા મુખ્ય બજાર નજીક વિસ્તારમાં દિપડો દેખાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રાત્રિના સમયે દિપડો ચોકડી વિસ્તારમાંથી પસાર થતાં જ આજુબાજુના શ્ર્વાનોમાં દોડધામ મચી જવા પામી હતી. દરમિયાન દિપડો ખેતર તરફ ભાગી છુટ્યો હતો. ઉલ્લેખનિય છે કે, દિપડો મહત્તમ પોતાના ખોરાક તરીકે શ્ર્વાનનો અને બકરાનો શિકાર કરતો હોવાથી રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં આવી પહોંચે છે.