ગોધરા તાલુકાના નદીસર ગ્રામ પંચાયતની ગોૈચર અને સરકારી પડતર જમીન ઉપરાંત નર્મદા નિગમને ફાળવવામાં આવેલી જમીનમાંથી ખનન માફિયાઓ દ્વારા બેરોકટોક હજારો ટન માટીનુ ખનન કરી ચોરી કરવામાં આવી હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો હતો. જે બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા નદીસર ગામે દોડી જઈ માટી ખનન અંગે માપણી કરી જોગવાઈ મુજબ દંડનીય કાર્યવાહી માટે ગતિવિધિ તેજ કરવા ઉપરાંત માટીનુ ગેરકાયદે ખનન કરી લાખો રૂપિયાની માટી ચોરી કરવા મુદ્દે ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવાની ગતિવિધિઓ તેજ બનતા કથિત ખનીજ માફિયાના પગ નીચેથી ધરતી સરકી ગઈ હોવાની સ્થિતિનુ નિર્માણ થયુ છે. સ્થાનિકોની રજુઆત બાદ હવે રાજકિય પદાધિકારી દ્વારા પણ ગેરકાયદે માટી ખનન પ્રવૃત્તિ સાંખી લેવામાં નહિ લેવામાં આવે એ પ્રકારનો આદેશ કરી દેવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
નદીસર ગ્રામ પંચાયતની સરકારી અને ગોૈચર જમીન ઉપરાંત નર્મદાની ફાળવવામાં આવેલી જમીનમાંથી ગેરકાયદેસર હજારો ટન માટીનુ ખનન કરી ચોરી કરવામાં આવી હતી. છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી ઉકત પ્રવૃત્તિ સામે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેકટર સહિતમાં રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલી દંડનીય કાર્યવાહી બાદ પણ કથિત ખનીજ માફિયાઓ દ્વારા પોતાની પ્રવૃત્તિ પુન: શરૂ કરી દેવામાં આવીહતી. જેથી થોડા દિવસ અગાઉ ગત સપ્તાહે ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો દ્વારા માટી ખનન પ્રવૃત્તિ અટકાવવાનો પ્રયાસ કરવા સાથે જ સ્થળ ઉ5ર પહોંચી જતાં ખનન માફિયાઓ સ્થ્ળ પરથી ભાગી છુટ્યા હતા. જોકે આ સમગ્ર અહેવાલ મીડિયામાં પ્રકાશિત થયા બાદ ખાણ ખનીજ વિભાગે નદીસર ગામની સરકારી પડતર અને ગોૈચર જમીન તેમજ નર્મદા નિગમની જમીનમાંથી કરાયેલા માટી ખનન અંગેની માપણી કરી દંડનીય કાર્યવાહી શરૂ કરી હતી. બીજી તરફ આ જ મુદ્દે સંલગ્ન જવાબદારો સામે માટે ખનન ચોરી કરવા મુદ્દે ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે.