
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે થર્ટી ફસ્ટની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત બનાવવા માટે રેલ્વે પોલીસ, આર.પી.એફ. અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ દ્વારા સંયુકત રીતે સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે થર્ટી ફસ્ટને લઈ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી હતી. જેના ભાગરૂપે ગોધરા રેલ્વે સ્ટેશન પર આવતી-જતી તમામ પેસેન્જર ટ્રેનોના ડબ્બાઓમાં મુસાફરોના સામાનની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત પ્લેટ ફોર્મ, મુસાફરખાના, પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા એજન્સીઓએ આધુનિક સાધનોની મદદથી ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી. ચેકીંગ દરમિયાન કોઈપણ શંકાસ્પદ ચીજવસ્તુ કે બિનવારસી સામાન મળી આવ્યો ન હતો. નવા વર્ષની ઉજવણીના માહોલમાં કોઈ અધટીત ધટના ન બને તે માટે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે ચેકીંગ કરવામાં આવ્યું હતું. રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ સુરક્ષાને લઈ રેલ્વે સ્ટેશન ખાતે હાજર મુસાફરોમાં પણ સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.