ઝાલોદ પાલિકાની વોર્ડ નં.-૨માં વિકાસના કામો માટે સત્તાધિશોની ઉદાસીનતાથી પાયાની સુવિધાથી સ્થાનિકો વંચિત

ઝાલોદ નગરપાલિકાના વોર્ડ નં.-૨ માં સત્તાધિશો અને સ્થાનિક નેતાઓની ઉદાસીનતાને કારણે રહિશો પાયાની સુવિધાઓ માટે વલખા મારી રહ્યા છે. અન્ય વોર્ડમાં એન્જિનીયરો અને એજન્સીના અધિકારીઓની હાજરીમાં મજબુત રસ્તાઓ ધડાધડ બની રહ્યા છે. જયારે વોર્ડ નં.-૨ માં તદ્દન સાવકા જેવો વ્યવહાર કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.

અહિંના રસ્તાઓ અત્યંત હલકી કક્ષાના બનતા હોવા છતાં કામગીરી દરમિયાન કોઈ અધિકારી, એજન્સી કે કોન્ટ્રાકટર હાજર રહેતા નથી. હાલમાં એક રસ્તો તોડીને શ‚ કરાયેલી કામગીરી એટલી ધીમી ગતિએ ચાલે છે. નવા રસ્તા મંજુર કરવામાં ભારે વિલંબ કરાય છે. અને મંજુર થયા બાદ પણ કેટલાય મહિનાઓથી સુધી કામ શ‚ થતુ નથી. સોૈથી ખરાબ હાલત કોર્ટ પાછળ મંદિર, તાલુકા કુમાર શાળા અને વન વિભાગની મુખ્ય કચેરી તરફ જતા રસ્તાની છે. આ માર્ગ કેટલાય મહિનાઓથી બિસ્માર હોઈ હાલ તો કપચીઓ દેખાવા માંડી છે. જે અકસ્માતને આમંત્રણ આપી રહી છે. રસ્તાઓ ઉપરાંત વિસ્તારમાં ગટર અને ગંદકીની સફાઈ સમયસર થતી નથી. સ્થાનિક રહિશોએ સભ્યોને રજુઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરાતી નથી.