નસવાડીના ગોદામ પાટિયા નજીક બોકસ ક્ધવર્ટરની કામગીરી ચોમાસામાં વાહનચાલકોે મુસીબતમાં મુકાશે

નસવાડી તાલુકાના ગોદામ પાટિયા નજીક નેશનલ હાઈવે-૫૬ વિભાગ દ્વારા ફોર લેન રસ્તાની કામગીરીમાં બોકસ ક્ધવર્ટર બનાવાની કામગીરી ધીમી ગતિએ કરતા ચોમાસામાં વાહન ચાલકોને મુશ્કેલી પડશે એવી ભિતી સેવાય છે. છેલ્લા બે માસથી આ બોકસ ક્ધવર્ટરની કામગીરી અધુરી છે.

નસવાડી તાલુકાના ગોદામ પાટિયાથી બોડેલી તાલુકાના જાંબુગામ સુધી ૧૩૦૦ કરોડના ખર્ચે રસ્તો પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. રસ્તાની કામગીરી અમદાવાદની આર.વી.અગ્રવાલ એજન્સીને આપવામાં આવી છે. રસ્તામાં નાના-નાના કોતર ઉપર બોકસ ક્ધવર્ટર બનવાની કામગીરી ચાલે છે. પરંતુ નસવાડી તાલુકાના ગોદામ પાટિયા પાસે એક બોકસ ક્ધવર્ટર કામગીરી છેલ્લા ૩ માસથી ચાલી રહી છે. આ કામગીરી અધુરી હોવાથી નેશનલ હાઈવે-૫૬ પરથી પસાર થતા વાહનો એક સાથે બે વાહનો પસાર થઈ શકતા નથી. ડામર રસ્તાની થોડીક જ બચેલી છે. જયારે રસ્તો પહોળો કરવા માટે માટી પુરાણ કરેલુ છે. માટી પુરાણ ઉપરથી ભારદારી વાહનો પસાર થાય છે. જયારે ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગમે ત્યારે વરસાદ પડે તો આ રસ્તો પહોળો કરવા માટે જે પુરાણ કર્યુ છે તે ગમે ત્યારે બેસી જાય તેવી સ્થિતિ છે. અને વાહનો વરસાદ પડે તો ફસાઈ જાય તેવી સ્થિતિ છે. જેને લઈને બોકસ ક્ધવર્ટરની કામગીરી વહેલી તકે પુરી કરાવે તે જ‚રી બન્યુ છે.