
આપ પાર્ટી ઝાલોદ ૧૩૦ વિધાનસભા પ્રમુખ અનિલ ગરાસિયાએ ડેપો મેનેજરને આવેદનપત્ર આપી મુસાફરોને ઉનાળામાં રાહત આપવા રજૂઆત કરી.
ઝાલોદ શહેરમાં વધી રહેલી ઉનાળાની ગરમી વચ્ચે બસ સ્ટેશન પર આવતા મુસાફરોને હાલ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બસની રાહ જોતા મુસાફરો માટે પૂરતા પ્રમાણમાં પંખાની સુવિધા તેમજ ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાના પ્રશ્ને ઝાલોદ ૧૩૦ વિધાનસભા આપ પાર્ટી પ્રમુખ અનિલ ગરાસિયા દ્વારા ઝાલોદ એસ.ટી. ડેપોના મેનેજરને લેખિત આવેદનપત્ર પાઠવી તાત્કાલિક જરી સુવિધાઓ શ કરવાની માંગ કરવામાં આવી હતી.
હાલની કાળઝાળ ગરમીમાં બસ સ્ટેશન પર વૃદ્ધો, મહિલાઓ, બાળકો અને દૂરદૂરથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બસ સ્ટેશનમાં બંધ હાલતમાં રહેલા પંખાઓ શ કરવામાં આવે તેમજ મુસાફરોને ઠંડુ અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે ઠંડા પાણીની પરબ શ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
અનિલ ગરાસિયાએ જણાવ્યું હતું કે, બસ સ્ટેશન રોજ હજારો મુસાફરો માટે અવરજવરનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. આવી સ્થિતિમાં મુસાફરોને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી તંત્રની ફરજ બને છે. તેમણે તંત્રને વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરી મુસાફરોને ગરમીમાંથી રાહત મળે તેવી માંગ પણ કરી હતી.
સ્થાનિક મુસાફરો અને નાગરિકોમાં પણ બસ સ્ટેશન ખાતે પંખા અને ઠંડા પાણીની સુવિધા વહેલી તકે શ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. હવે ડેપો તંત્ર દ્વારા આ રજૂઆતને કેટલા સમયમાં અમલમાં મુકવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.