વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જના વિરોધમાં ઝારખંડ બંધ, ભાજપ સમર્થકો રસ્તા પર ઉતર્યા, ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું

સીએમ હેમંત સોરેને એક મોટી જાહેરાત કરતા કહ્યું કે, “અમે વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે અને બધી પરીક્ષાઓની તપાસ કરવા તૈયાર છીએ.”

ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ સોમવારે વિધાનસભાનો ઘેરાવ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓ પોલીસ બેરિકેડ તોડીને વિધાનસભા તરફ આગળ વધવા લાગ્યા. પોલીસે વિદ્યાર્થીઓને રોકવા માટે હળવો બળપ્રયોગ કર્યો અને લાઠીચાર્જ કર્યો. ગઈકાલે રાંચીમાં જેપીએસસી જેએસએસસી વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ સામે રાજ્ય સરકારના પગલાંનો વિરોધ કરવા માટે એબીવીપી કાર્યકરો પોલીસ બસ પર ચઢી ગયા. પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી.

ઝારખંડ બંધના સમર્થનમાં, ભાજપના કાર્યકરોએ પલામુ, દુમકા અને પાકુર સહિત અનેક જિલ્લાઓમાં રસ્તાઓ પર ચક્કાજામ કર્યુ. ઘણી જગ્યાએ દુકાનો બંધ રહી. પાકુર જિલ્લા મુખ્યાલયમાં, ભાજપના કાર્યકરોએ બિરસા ચોક પાસે પાકુર-હિરણપુર મુખ્ય માર્ગ પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો.ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ઝારખંડ વિધાનસભા તરફ કૂચ કરી રહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના લગભગ ૧૧૦ કાર્યકરોની મંગળવારે અટકાયત કરવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ,એબીવીપીના કાર્યકરોએ જૂના વિધાનસભા સંકુલ નજીક તેમની કૂચ શરૂ કરી હતી જ્યારે પોલીસે તેમની અટકાયત કરી હતી. વિરોધીઓને લઈ જતી બસને આગળ વધતા અટકાવવા માટે એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. કૂચ દરમિયાન કેટલીક મહિલા વિરોધીઓની પણ અટકાયત કરવામાં આવી હતી.વિરોધ દરમિયાન, એક મહિલા વિદ્યાર્થી સહિત બે વિદ્યાર્થીઓ બેભાન થઈ ગયા. સુરક્ષા કર્મચારીઓ મહિલા વિદ્યાર્થીને નજીકના સલામત સ્થળે લઈ ગયા, જ્યાં અન્ય વિરોધીઓએ તેને પાણી પીવડાવ્યું. એબીવીપીએ વિદ્યાર્થીઓ સામે પોલીસના કથિત અતિરેક અંગે સરકાર પાસેથી જવાબ માંગ્યો.

વિદ્યાર્થીઓ તેમની માંગણીઓ પર અડગ રહ્યા છે અને તેમનો વિરોધ ચાલુ રાખે છે. આ મુદ્દાએ ઝારખંડથી દિલ્હી સુધી રાજકીય યુદ્ધ શરૂ કર્યું છે. ભાજપે ઝારખંડ બંધનું એલાન આપ્યું હતું ત્યારે આજે દિલ્હીમાં સંસદમાં પણ હોબાળો થયો હતો. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને હવે આ મુદ્દે વિધાનસભામાં નિવેદન આપ્યું છે.

ઝારખંડની રાજધાની રાંચીમાં ચાલી રહેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન અંગે, મુખ્યમંત્રી હેમંત સોરેને વિધાનસભામાં કહ્યું, “અમે વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે. રાજ્યની પરીક્ષા પ્રણાલીમાં સુધારો કરવામાં આવશે. અમે બધી પરીક્ષાઓની તપાસ કરાવવા તૈયાર છીએ.” વિદ્યાર્થીઓ સામે પોલીસ કાર્યવાહીને લઈને ઝારખંડ વિધાનસભામાં ભારે હોબાળો થયો છે. દરમિયાન, વિધાનસભાની કાર્યવાહી નિર્ધારિત સમયના એક દિવસ પહેલા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે.

સોરેને વિપક્ષને “પરોપજીવી” ગણાવ્યો. સીએમ સોરેને ઝારખંડ વિધાનસભામાં વિપક્ષ પર પણ નિશાન સાધ્યું. સોરેને કહ્યું, “કેટલીકવાર તેઓ વિવિધ વેશ પાછળ છુપાઈ જાય છે અને વિવિધ †ોતો દ્વારા પોતાને ટકાવી રાખે છે. જેમ કેટલાક પરોપજીવી પોતાને ટકાવી રાખવા માટે વિવિધ †ોતોનો ઉપયોગ કરે છે. આજે, તેઓ વિદ્યાર્થીઓના વેશમાં પોતાની શÂક્તનું પ્રદર્શન કરી રહ્યા છે, તેથી મને પણ લાગે છે કે તેમનો હજુ પણ થોડો રસ બાકી છે. આગામી થોડા મહિનામાં, તે પણ સમાપ્ત થઈ જશે.”સીએમ સોરેને કહ્યું, “જેપીએસસી, જીડીપીએલ દ્વારા લેવામાં આવતી પરીક્ષા અને સીઆઈડી અને સીબીઆઈને લગતા વિવિધ મુદ્દાઓ ગૃહમાં આવ્યા છે. આખું રાજ્ય સરકારના ઇરાદા જાણે છે, અને તે ગૃહ દ્વારા પણ પહોંચાડવામાં આવ્યા છે. પરંતુ વિપક્ષ આ રાજ્યની ભાવિ પેઢીઓ માટે શું સાચું છે અને શું ખોટું છે તે સમજવામાં નિષ્ફળ ગયો છે. છેલ્લા ૬-૭ વર્ષમાં તેમની પાસે કંઈ બચ્યું નથી. અહીં ફરીથી, તેઓ ખાલી હાથે પાછા ફરશે.”