વસતી ગણતરી અધિકારી ના નામે સાયબર ગુનેગારોની દેશભરમાં વધી રહેલી નવી સાયબર ફ્રોડ ટેક્નિક

ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓની પદ્ધતિઓ દિવસેને દિવસે વધુ ચાલાકીભરી અને માનસિક રીતે અસરકારક બનતી જાય છે.પહેલા ઓટીપી ,કેવાયસી બેક્ધ એકાઉન્ટ વેરિફિકેશન અથવા લોટરી જેવા બહાનાથી છેતરિંપડી થતી હતી, પરંતુ હવે સાયબર ઠગો સીધા માનસિક વિશ્ર્વાસ અને સામાજિક લાગણીઓનો ઉપયોગ કરીને લોકો સુધી પહોંચવા લાગ્યા છે.તાજેતરમાં મેઘાણીનગર વિસ્તારમાં બનેલી એક ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે સાયબર ગુનેગારો હવે ટેક્નિકલ સાથે માનસિક રમત પણ રમવા લાગ્યા છે.એક મહિલાને વસતી ગણતરીના નામે ફોન કરવામાં આવ્યો અને પછી સોશ્યિલ મીડિયા દ્વારા એપીકે ડાઉનલોડ કરાવીને બેક્ધ એકાઉન્ટમાંથી ‚પિયા ૬૪ હજાર ઉપાડી લેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.આ માત્ર એક વ્યક્તિ સાથે થયેલી છેતરિંપડી નથી,પરંતુ દેશભરમાં વધી રહેલી નવી સાયબર ફ્રોડ ટેક્નિક છે.ઘણા સામાન્ય લોકો એપીકે શબ્દનો અર્થ પણ જાણતા નથી. એડ્રોન મોબાઇલમાં ગુગલ પી સ્ટોર સિવાય બહારથી ઇન્સ્ટોલ થતીઆપ્લિકેશન ફાઈલને એપીકે કહેવામાં આવે છે.સાયબર ઠગો હવે વોટસઅપ,ટેલિગ્રામ કે સોશિયલ મીડિયા દ્વારા આવી ફાઈલ મોકલી લોકોને ડાઉનલોડકરાવે છે.

ઘણી વખત કૈઙ્મીનું નામ પણ વિશ્ર્વાસ જગાવે તેવું રાખવામાં આવે છે

*વસ્તી ગણતરી અપડેટ

વીજળી બિલ

પાન ચકાસણી

કેવાયસી અપડેટ

કોર્ટ નોટિસ

પીએમ યોજના ફોર્મ

વિડિઓ ચકાસણી

જ્યારે વ્યક્તિ આવી ડાઉનલોડ કરે છે, ત્યારે ઘણી વખત ફોનમાં માર્વેલ ઇન્સ્ટોલ થઈ જાય છે.ઘણા સાયબર ગુનેગારો લોકો પાસે સ્ક્રીન શેિંરગ અને રિમોટ એસેસ એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવે છે ત્યારબાદ તેઓ વ્યક્તિના ફોનને દૃૂરથી કંટ્રોલ કરી શકે છે. ઓટીપી,યુપીઆઈ પિન જેવી માહિતી સીધી જોઈ શકાય છે.ઘણા કેસોમાં લોકો કહે છે:મેં ઓટીપી કોઈને આપ્યો નહોતો.પરંતુ હકીકતમાં malware અથવા remOe access દ્વારા સાયબર ઠગો સીધો ફોન ઓપરેટ કરતા હોય છે.આજના સમયમાં સાયબર ગુનો માત્ર પાસવર્ડ ચોરી પૂરતો મર્યાદિત નથી રહૃાો. હવે આખો મોબાઇલ જ ગુનેગારોના કંટ્રોલમાં હોય છે. સાયબર ગુનેગારોનું સૌથી શક્તિશાળી હથિયાર હવે સોશિયલ એન્જિનિયિંરગ “Social Engineering બની ગયું છે. એટલે કે ટેક્નિકલ હેિંકગ કરતાં પહેલાં વ્યક્તિનો વિશ્ર્વાસ જજીતી લેતા હોય છે આથી તેમનું કામ ખુબજ આસાન બની જાય છે.સાયબર ઠગો સરકારી કામ છે,વેરિફિકેશન જ‚રી છે,તમારા ડોકયુમેન્ટ્સ અપડેટ કરવા પડશે જ, આવા શબ્દૃો સાંભળીને સામાન્ય નાગરિક ઘણી વખત વિશ્ર્વાસમાં આવી જાય છે.ખાસ કરીને સિનિયર સીટીઝન,મહિલાઓ અને ઓછી જાગૃતિ ધરાવતા લોકો વધુ ભોગ બનતા હોય છે.ઘણા કિસ્સામાં જો માહિતી નહિ આપો તો કાયદૃેસરની કાર્યવાહી થશે તેવી વાત પણ કરીને તેમના મિશન પાર પડતા હોય છે. એક સમય એવો હતો જ્યારે સાયબર છેતરિંપડીના કિસ્સા મોટાં શહેરો સુધી મર્યાદિૃત હતા પરંતુ હવે નાના શહેરો, ગામડાં અને સામાન્ય પરિવારો પણ છેતરાઈ રહૃાા છે.ભારતમાં સ્માર્ટ ફોન અને ડિજિટલ ચુકવણીનો ઉપયોગ ઝડપથી વધ્યો છે પરંતુ સાયબર અંગેની જાગૃતતા એ જ ઝડપે વધી નથીરહી પરિણામે સામાન્ય નાગરિકો ઝડપથી સાયબર ઠગોના શિકાર બની રહૃાા છે.

સામાન્ય નાગરિકે શું કરવું?

ગુગલ પ્લે સ્ટોર સિવાયની APK file ડાઉનલોડ ન કરવી, અજાણી િંલક અથવા એપ્લીકશન પર વિશ્ર્વાસ ન કરવો, સ્ક્રીન શેિંરગ અને રિમોટ એસેસ એપ ઇન્સ્ટોલ ન કરવી, ઓટીપી,યુપીઆઈ પિન બેક્ધ ની માહિતી કોઈની સાથે સેર ના કરવી, ફોનમાં કોઈ નવી એપ ડાઉનલોડ થઈ છે કે કેમ તેની ખાસ ચકાસણી સમયાંતરે કરતા રહેવું, બેક્ધ માટે અલગ મોબાઈલ અને ઈ-મેઈલનો ઉપયોગ કરવો, સાયબર ફ્રોડ થાય તો તરત ૧૯૩૦ helpline અથવા cybercrime portal પર ફરિયાદ કરવી તાજેતરમાં સમગ્ર દૃેશમાં વસ્તી ગણતરીની કામગીરી થઈ રહી છે ત્યારે વસતી ગણતરી અધિકારી બનીને ફોન કરનારા કે માહિતી માંગનારા ઠગોથી સામાન્ય નાગરીઓએ પણ સાવધાની રાખવાની જ‚રિયાત છે.