ટ્રમ્પના નિવેદન બાદ, શેરબજારમાં મજબૂતી,સેન્સેક્સ ૧,૩૭૨ પોઈન્ટ અને નિફ્ટી ૪૦૦ પોઈન્ટ વધ્યો.

સોમવારે સાંજે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, આજે સ્થાનિક બજારમાં મજબૂત રિકવરી જોવા મળી. ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા આગામી પાંચ દિવસ સુધી ઈરાન પર હુમલો કરશે નહીં. ટ્રમ્પના નિવેદન બાદ, મંગળવારે શેરબજારમાં લગભગ ૨ ટકાનો વધારો નોંધાયો.બીએસઇ સેન્સેક્સ ૧,૩૭૨.૦૬ પોઈન્ટ (૧.૮૯ ટકા) વધીને ૭૪,૦૬૮.૪૫ પર બંધ થયો.એનએસઇ નિફ્ટી ૫૦ ઇન્ડેક્સ પણ ૩૯૯.૭૫ પોઈન્ટ (૧.૭૮ ટકા) વધીને ૨૨,૯૫૭.૮૦ પર બંધ થયો. એ નોંધવું જોઈએ કે સોમવારે, સેન્સેક્સ ૧૮૩૬.૫૭ પોઈન્ટ (૨.૪૬%) ઘટીને ૭૨,૬૯૬.૩૯ પોઈન્ટ પર બંધ થયો હતો, અને નિફ્ટી ૬૦૧.૮૫ પોઈન્ટ (૨.૬૦%) ઘટીને ૨૨,૫૧૨.૬૫ પર બંધ થયો હતો.

મંગળવારે, સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૯ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે માત્ર એક કંપની ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થઈ હતી. તેવી જ રીતે, નિફ્ટીની ૫૦ કંપનીઓમાંથી ૪૫ કંપનીઓના શેર લીલા નિશાનમાં બંધ થયા હતા, જ્યારે બાકીની પાંચ કંપનીઓ નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં, ઈન્ડીગોનો શેર આજે સૌથી વધુ ૫.૪૧% ના વધારા સાથે બંધ થયો હતો, જ્યારે પાવર ગ્રીડનો શેર આજે સૌથી વધુ ૧.૦૩% ના ઘટાડા સાથે બંધ થયો હતો.

સેન્સેક્સની અન્ય કંપનીઓમાં,એલએન્ડટીના શેર ૫.૩૩ ટકા, ,એશિયન પેન્ટ  ૪.૭૭ ટકા, બજાજા ફાઇનાન્સ ૪.૬૯ ટકા, ભારતી એરટેલ ૦.૪૧ ટકા, ટ્રેન્ટ ૦.૩૩ ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૩૦ ટકા અને સન ફાર્માના શેર ૦.૦૩ ટકાના વધારા સાથે બંધ થયા.