
તમિલનાડુના ટેનકાસી જિલ્લામાં બે ખાનગી બસો વચ્ચે થયેલી સામસામે ટક્કરમાં છ લોકોના મોત થયા હતા અને ૨૮ ઘાયલ થયા હતા.
પોલીસે માર્ગ અકસ્માત અંગે માહિતી જાહેર કરી છે. મદુરાઈથી સેનકોટ્ટાઈ જતી એક ખાનગી બસ ટેનકાસીથી કોવિલપટ્ટી જતી બીજી બસ સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં બંને વાહનોને નુક્સાન થયું હતું, જેના કારણે સ્થાનિક અધિકારીઓ અને અગ્નિશામકોએ મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરી હતી.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ દ્ગડ્ઢ્ફ ને જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મદુરાઈથી સેનકોટ્ટાઈ જતી બસનો ડ્રાઈવર બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તપાસર્ક્તાઓ માને છે કે અકસ્માત ડ્રાઇવરની ઝડપી ગતિ અને બેદરકારીથી વાહન ચલાવવાને કારણે થયો હતો.
તમામ ૨૮ ઘાયલ મુસાફરોની નજીકની હોસ્પિટલોમાં સારવાર કરવામાં આવી રહી છે. ઘટનાસ્થળે હાજર આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલાક પીડિતોની હાલત ગંભીર છે અને મૃત્યુઆંક વધવાની શક્યતા છે. પોલીસે ઘટનાની વિગતવાર તપાસ શરૂ કરી છે. તેઓ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોની તપાસ કરી રહ્યા છે.