
શહેરાના પાદરડી ગામના તળાવ પાસે ઈકો ગાડી અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા બન્ને વાહન ચાલકોને શરીરે નાની-મોટી ઇજા પહોંચી હતી.
શહેરામાં માર્ગ અકસ્માતમાં ટ્રેક્ટર અને ઈકો ગાડીના ચાલકને શરીરે નાની મોટી ઈજા પહોંચી હતી. પાદરડી ગામના તળાવની નજીકમાં પસાર થતાં રસ્તા ઉપર ટ્રેક્ટર અને ઈકો ગાડી સામસામે અથડાઈ હતી. બનેલા બનાવને લઈને અનેક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, સદનસીબે આ વાહન અકસ્માતમાં બન્ને ગાડીઓના ચાલકને શરીરે નાની-મોટી ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં બંને વાહનોને નુકશાન થવા સાથે કોઈ જાનહાની થઈ ન હતી.