શહેરાના નાંદરવા ગામે વીજળી પડવાથી મૃત્યુ પામેલા મહિલાના પરિવારને રૂ. ૪ લાખની સરકારી સહાય ચૂકવાઈ, ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે પરિવારજનોને ચેક એનાયત કરાયો

શહેરાના નાંદરવા ગામે ખેતરમાં વીજળી પડતા જીવ ગુમાવનાર મહિલાના પરિવારને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે સહાયનો ચેક અર્પણ.

શહેરાના નાંદરવા ગામે થોડા દિવસો પહેલા ખેતરમાં રોપણી વખતે વીજળી પડવાથી જીવ ગુમાવનાર દિવંગત સંતોષબેન બામણીયાના શોકગ્રસ્ત પરિવારને રાજ્ય સરકાર તરફથી ‚. ૪ લાખની માનવ મૃત્યુ સહાય એનાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે આ આર્થિક સહાયનો ચેક પીડિત પરિવારને સુપ્રત કરીને સાંત્વના પાઠવવામાં આવી હતી.

શહેરા તાલુકાના નાંદરવા ગામે આવેલા બોર્ડના કુવા ફળિયા નજીકના બામણીયા ફળિયામાં થોડા દિવસો પહેલાં ચોમાસાની સીઝનને લઈને ખેતરમાં રોપણીની કામગીરી ચાલી રહી હતી. દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે કડાકા-ભડાકા સાથે વીજળી ત્રાટકી હતી. ખેતરમાં રોપણી કામ કરી રહેલા સંતોષબેન સોમાભાઈ બામણીયા પર સીધી વીજળી પડતા તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેઓનું ક‚ણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર નાંદરવા ગામમાં અને પરિવારમાં અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ હતી.બનાવ અંગેની જાણ થતાં જ તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જ‚રી કાગળો અને પંચનામાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના અંતર્ગત કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનાર વ્યક્તિના આશ્રિતોને મળવાપાત્ર માનવ મૃત્યુ સહાય પેટે ‚પિયા ચાર લાખ પૂરાની મંજૂરી આપવામાં આવી હતી.આ સહાયનો ચેક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના કરકમલો દ્વારા સ્વ. સંતોષબેનના શોકગ્રસ્ત પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યો હતો.ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા મૃતકના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી અને કુદરતની આ નિર્દયી હોનારત સામે પરિવારને સહનશક્તિ મળે તેવી ઈશ્ર્વર પાસે પ્રાર્થના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગમે તેટલી આર્થિક સહાય કોઈ વ્યક્તિની ખોટ પૂરી શકતી નથી, પરંતુ આ કપરા સમયમાં સરકાર પરિવારની સાથે ઊભી છે તેવો આત્મવિશ્ર્વાસ પૂરો પાડવાનો આ એક નમ્ર પ્રયાસ છે.તાલુકા વહીવટી તંત્રના જવાબદાર અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.