શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ઉત્૫ાદનોને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળાનું આયોજન કરાયું

શહેરા નગરપાલિકા દ્વારા કેશવ ગ્રાઉન્ડ ખાતે કલા, સંસ્કૃતિ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જેઠાભાઇ આહીર, પ્રાંત અધિકારી, મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં રિબિન કાપીને આ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જ્યાં અનેક નાના વેપારીઓ અને સ્વ-સહાય જૂથોના સ્ટોલ્સની મુલાકાત લેવામાં આવી હતી.

શહેરા નગર પાલિકા દ્વારા કેશવ ગ્રાઉન્ડ ખાતેસ્થાનિક કારીગરો, સ્વ-સહાય જૂથો અને નાના વેપારીઓ દ્વારા તૈયાર થતી સ્વદેશી ચીજવસ્તુઓને વ્યાપક બજાર અને પ્રોત્સાહન પૂરૂ પાડવાના ઉદ્દેશ્ય સાથે ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશવ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન શહેરા વિસ્તારના ધારાસભ્ય જેઠાભાઇ આહીરના હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે પ્રાંત અધિકારી, મામલતદાર, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ, જીલ્લા ભાજપ મહામંત્રી, શહેરા નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ અને અગ્રણીઓ વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ બાદ મહાનુભાવો દ્વારા મેળાની વિધિવત શ‚આત કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂ આતમાં શહેરા નગરપાલિકાના પ્રમુખ અને અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ સહિત તમામ મંચસ્થ મહાનુભાવોને ફૂલોના બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.ઉદઘાટન વિધિ સંપન્ન થયા બાદ ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ, પ્રાંત અધિકારી, પાલિકાના ચીફ ઓફિસર, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ, તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી , પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને ઉપસ્થિત નાગરિકોએ આ મેળામાં સ્થાનિક કારીગરો, મહિલા સ્વ-સહાય જૂથો અને નાના વેપારીઓ દ્વારા હાથથી બનાવેલી કલાત્મક ચીજવસ્તુઓ, ગૃહઉદ્યોગની પ્રોડક્ટ્સ અને પરંપરાગત હસ્તકલા સહિત વિવિધ પ્રકારના સ્ટોલ્સની મુલાકાત લઈને કારીગરો સાથે સીધી વાતચીત કરી હતી અને તેમના ઉત્પાદનોની ગુણવત્તા જોઈને ઉત્સાહ વધાર્યો હતો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘લોકલ ફોર વોકલ’ અને ’આત્મનિર્ભર ભારત’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં શહેરા નગરપાલિકાનું આ પગલું ખૂબ જ સરાહનીય રહ્યું છે. આ પ્રકારના મેળાથી ગ્રામીણ અને શહેરી વિસ્તારોના નાના કારીગરોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે તેમજ સ્થાનિક રોજગારીને પણ મોટું પ્રોત્સાહન મળે છે. નગર અને તાલુકાના લોકોએ પણ આ મેળાની મુલાકાત લઈને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરતા નજરે પડી રહ્યા હતા.