સંતરામપુરના પ્રતાપપુરા સર્કલ નજીક ઇકો ગાડી માંથી ૮ લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

સંતરામપુર પોલીસે પ્રતાપપુરા સર્કલ નજીકથી એક ઇકો ગાડીમાંથી લાખોનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જોકે, કારનો ચાલક જંગલ વિસ્તારમાં નાસી છૂટ્યો હતો.

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા પ્રોહિબિશન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જીલ્લાની પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ઈં/ઈ નાયબ પોલીસ અધિક્ષક જી.એલ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સંતરામપુર પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. ડીંડોરના નેતૃત્વ હેઠળ પીએસઆઇ એસ.એસ. પલાસ અને સંતરામપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ દિનેશભાઈને બાતમી મળી હતી કે, રાજસ્થાનમાંથી એક સફેદ કલરની ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરીને સંતરામપુર તરફ આવી રહી છે.

બાતમીના આધારે પ્રતાપપુરા સર્કલ ખાતે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. ઉખરેલી તરફથી આવતી શંકાસ્પદ ઇકો ગાડીને રોકવાનો ઇશારો કરતા ચાલકે ગાડી રોકી ન હતી અને ગરાડિયા તરફ હંકારી હતી. પોલીસે પીછો કરતા ગરાડિયા પેટ્રોલ પંપથી થોડે દૂર ગાડી ઉભી રાખી ચાલક જંગલ-ઝાંડીઓમાં નાસી ગયો હતો.

પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિશી દા‚નો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ૫૦૦ ખકના બીયરના ૬૧૫ ટીન (કિંમત રૂ.૧,૪૬,૮૮૫), ૧૮૦ MLના પ્લાસ્ટિક ક્વાર્ટરિયાના ૧૯૨ નંગ (કિંમત રૂ.૬૫,૯૦૯) અને ૧૮૦ ખકના કાચના ક્વાર્ટરના ૪૮૦ નંગ (કિંમત રૂ.૯૨,૯૦૧)નો સમાવેશ થાય છે. દારૂનો કુલ મુદ્દામાલ રૂ.૩,૦૫,૬૯૫નો હતો.

દારૂઉપરાંત, પોલીસે ઇકો ગાડી રજી. નંબર GJ.31.BB.2753 પણ જપ્ત કરી હતી, જેની કિંમત રૂ.૫,૦૦,૦૦૦ આંકવામાં આવી છે. ગાડી પર ખોટી નંબર પ્લેટ GJ-35-HB-2849 લગાવેલી હતી, જ્યારે તેનો અસલ રજીસ્ટ્રેશન નંબર GJ.31.BB.2753કુલ રૂ.૮,૦૫,૬૯૫નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ મામલે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫અઊ, ૯૮(૨), ૧૧૬(ઇ) અને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૪૦(૨) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.