સરકારી કચેરીઓમાં જાતીય સતામણી મામલે ગુજરાત બીજા ક્રમે, ૯૯ ટકા કેસનો નિકાલ જ ના થયો !

ગુજરાતની સરકારી કચેરીઓમાં છેલ્લા દોઢ વર્ષમાં જાતીય સતામણીની કુલ સાત ફરિયાદો નોંધાઈ છે. જો કે, આશ્ર્ચર્યજનક બાબત એ છે કે તેમાંથી માત્ર એક જ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે બાકીની છ ફરિયાદોમાં હજુ સુધી કોઈ આખરી નિર્ણય કે ચુકાદો આવ્યો નથી.

સરકારી કચેરીઓ અથવા સરકાર સાથે સંકળાયેલી એજન્સીઓમાં છેલ્લા પાંચ વર્ષમાં જાતીય સતામણીની કેટલી ફરિયાદો નોંધાઈ છે, તેવા એક પ્રશ્ર્નના ઉત્તરમાં આ વિગતો સામે આવી છે. જાતીય સતામણીની ફરિયાદ માટેના ’શી’ બોક્સ પોર્ટલ પર ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ ૭ ફરિયાદો મળી છે. આ સમયગાળામાં સૌથી વધુ ફરિયાદૃો ધરાવતા રાજ્યોમાં ૧૦ ફરિયાદો સાથે કર્ણાટક મોખરે છે, જ્યારે ગુજરાત અને રાજસ્થાન ૭ ફરિયાદૃો સાથે બીજા ક્રમે અને મહારાષ્ટ્ર ૬ ફરિયાદો સાથે ત્રીજા સ્થાને છે.

સમગ્ર દૃેશની સરકારી કચેરીઓમાં આ સમયગાળામાં જાતીય સતામણીની કુલ ૭૯ ફરિયાદૃ નોંધાઇ છે. જેમાંથી ૨૩નો નિકાલ થયો છે જ્યારે ૫૬ ફરિયાદ પેન્ડિંગ હોવાનું સામે આવ્યું છે.