
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદોને પત્ર લખીને નારી શક્તિ વંદન કાયદા પર સંસદમાં ઐતિહાસિક ચર્ચા પહેલા વ્યાપક સમર્થન અને એકતા માટે હાકલ કરી છે. આ ચર્ચા ૧૬ એપ્રિલથી શરૂ થતા સંસદના ખાસ સત્રમાં થવાની છે. વડાપ્રધાને તેને લોકશાહીને વધુ મજબૂત બનાવવાની એક મહત્વપૂર્ણ તક ગણાવી છે. કોંગ્રેસ પ્રમુખ મલિકાકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું છે કે રાજ્યની ચૂંટણીઓ વચ્ચે સંસદનું ખાસ સત્ર બોલાવવાથી એ ધારણા મજબૂત થાય છે કે સરકાર “રાજકીય લાભ” માટે મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે ઉતાવળ કરી રહી છે. વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં, ખડગેએ સીમાંકન મુદ્દા પર ચર્ચા કરવા માટે ૨૯ એપ્રિલ પછી સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. આ સીમાંકનને નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩ માં સુધારા સાથે જાડવામાં આવી રહ્યું છે.
મલિલ્લકાર્જુન ખડગેએ કહ્યું, “જેમ તમે જાણો છો, નારી શક્તિ વંદન અધિનિયમ, ૨૦૨૩ સપ્ટેમ્બર ૨૦૨૩ માં સંસદ દ્વારા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તે સમયે, ભારતીય રાષ્ટીય કોંગ્રેસ વતી, મેં માંગ કરી હતી કે આ મહત્વપૂર્ણ કાયદાને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે.” કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે જાકે વડા પ્રધાને તેમના પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે તેના તાત્કાલિક અમલીકરણ માટે વ્યાપક સર્વસંમતિ છે, તેમ છતાં તેમણે તેનો અમલ કર્યો નથી. તેમણે કહ્યું, “ત્યારથી ૩૦ મહિના વીતી ગયા છે, અને હવે આ ખાસ બેઠક અમને વિશ્વાસમાં લીધા વિના બોલાવવામાં આવી છે, અને તમારી સરકાર ફરીથી સીમાંકન પ્રક્રિયા વિશે કોઈ માહિતી આપ્યા વિના અમારો સહયોગ માંગી રહી છે. તમે સમજી શકો છો કે સીમાંકન પ્રક્રિયા અને અન્ય પાસાઓની વિગતો વિના, આ ઐતિહાસિક કાયદા પર કોઈ અર્થપૂર્ણ ચર્ચા કરવી અશક્્ય બનશે.” કોંગ્રેસ પ્રમુખ મલિલ્લકાર્જુન ખડગેએ કહ્યું કે એવું લાગે છે કે સરકાર “રાજકીય લાભ” માટે મહિલા અનામત કાયદાને લાગુ કરવા માટે ઉતાવળ કરી રહી છે.
જાકે, આ મુદ્દે કોંગ્રેસના સાથી પક્ષો જેમ કે આરજેડી અને સમાજવાદી પાર્ટીનો મત થોડો અલગ છે, તેઓ માને છે કે કોંગ્રેસે વિરોધ પક્ષનું નેતૃત્વ કરવું જાઈએ અને પોતાના વલણનો મજબૂત રીતે બચાવ કરવો જાઈએ. આરજેડીના સૂત્રો કહે છે કે જ્યારથી મહિલા અનામત માટે કાયદાનો વિચાર રજૂ થયો હતો, ત્યારથી લાલુ યાદવ, મુલાયમ સિંહ યાદવ અને શરદ યાદવ જેવા નેતાઓ માંગ કરી રહ્યા હતા કે મહિલા અનામત વ્યવસ્થામાં ઓબીસી મહિલાઓને પણ અનામત હોવી જાઈએ, જેમ કે એસસી અને એસટી મહિલાઓ માટે છે. જાકે, ૨૦૨૩માં પસાર થયેલો કાયદો, જે નારી શક્તિ વંદન કાયદા તરીકે ઓળખાય છે, તે ફક્ત એસસી અને એસટી મહિલાઓ માટે અનામત પ્રદાન કરે છે.