સંખેડા તાલુકામાં ગૌરીવ્રત પૂર્વે બજારમાં ફ્રૂટ, ડ્રાયફ્રૂટ અને પૂજાપાની ખરીદી નીકળતાં વેપારીઓ ખુશ

ગૌરીવ્રતના આગમનને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે સંખેડા તાલુકામાં ગૌરીવ્રતની તૈયારીઓ જોરશોરથી શ‚ થઈ ગઈ છે. વ્રત દરમિયાન ઉપયોગમાં લેવાતી વિવિધ ચીજવસ્તુઓ, ખાસ કરીને ડ્રાયફ્રુટ, કોપરા, મગફળી તેમજ જવારા વાવવા માટેની ટોપલીઓની ખરીદી માટે બજારમાં લોકોની અવરજવર વધી છે.

ગૌરીવ્રત દરમિયાન જવારા વાવવાની પરંપરાને ધ્યાનમાં રાખીને સંખેડા બજારમાં વિવિધ પ્રકારની ટોપલીઓનું વેચાણ શ‚ થયું છે. સાથે સાથે વિવિધ ફળો અને વ્રત દરમિયાન ઉપયોગી ખાદ્ય ચીજવસ્તુઓનું પણ બજારમાં આગમન થતાં વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અનાજ-કરિયાણાના વેપારીઓ પાસેથી મળતી માહિતી મુજબ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે બદામના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો છે, જ્યારે કોપરા અને મગફળીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.બજારમાં વધતી ગ્રાહકોની અવરજવરથી વેપારીઓને પણ સારા વેપારની આશા બંધાઈ છે.

ડ્રાયફ્રુટના ભાવ પ્રતિ કિલો વસ્તુ – હાલનો ભાવ કાજુ ₹950 બદામ ₹950 અંજીર ₹800થી ₹1000 અખરોટ. ₹600 થી ₹700 આલુ. ₹300 કિસમિસ ₹480 સાકરીયા. ₹64 મગફળી. ₹110 કોપરા. ₹500