
સંખેડા તાલુકાના રાયપુર ગામમાં એસ.ટી. બસ ગામમાં ન આવતાં વિદ્યાર્થીઓને દરરોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાયપુર અને વડીયા ગામના આશરે ૪૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બહારગામ જતા હોય છે, પરંતુ બસ ગામમાં ન આવવાને કારણે તેમને મુખ્ય માર્ગ સુધી આશરે એક કિલોમીટર જેટલું અંતર પગપાળા કાપવું પડે છે. સાંજે પરત ફરતા વિદ્યાર્થીઓને મુખ્ય માર્ગથી ગામ સુધી ચાલીને આવવું પડે છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ એસ.ટી. બસ ગામ સુધી આવતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી ન હતી. મુખ્ય માર્ગથી ગામ સુધી નવો એપ્રોચ રોડ બન્યો છે. તેના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ગામની મુલાકાતે આવ્યા હતા, ત્યારે સ્થાનિક ગ્રામજનોએ તેમને ગામમાં ફરીથી એસ.ટી. બસ સેવા શ કરવા અંગે રજૂઆત પણ કરી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક ગ્રામજનોએ એસ.ટી. વિભાગ તેમજ સંબંધિત તંત્રને વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ગામ સુધી બસ સેવા પુન: શ કરવાની માંગ કરી છે.
પહેલાની જેમ જ એસ.ટી. બસ સેવા ફરી શ કરો ગામમાં બસ ન આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમારા ગામના બાળકોને તો દોઢ કિમીથી પણ વધુ અંતર પગપાળા ચાલવું પડે છે. વિદ્યાર્થીઓના અભ્યાસને ધ્યાનમાં રાખીને પહેલાની જેમ જ એસ.ટી. બસ સેવા ફરી શ કરવામાં આવે તે જરી છે.:- સુનિલભાઈ બારીયા, સ્થાનિક આગેવાન, વડીયા..