અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં એક હિન્દૂ યુવતીને વિધર્મી યુવાન ભગાડી ગયો હોવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચકચાર જગાવી છે. શહેરમાં યુવતીની ગુમ થયાની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે. આ મામલે યુવતીના પિતા અરવિંદભાઈ પરમારે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાની હૈયા વરાળ ઠાલવી હતી અને સરકાર તેમજ પોલીસ પાસે પોતાની દીકરીને હેમખેમ પરત લાવવા માટે વિનંતી કરી છે.
રાજુલા પંથકમાં એક હિન્દૂ યુવતીને વિધર્મી યુવાન ભગાડી ગયો હતો. જેમાં નેહા પરમાર નામની યુવતીને એક મુસ્લિમ યુવાન હૈદરાબાદ ભગાડી ગયો હોવાનું સામે આવ્યું છે. યુવતીના પિતા અરવિંદ પરમારના જણાવ્યા અનુસાર, આ ઘટના પાછળ ચોક્કસ ષડયંત્ર કામ કરી રહ્યું છે. પિતાએ આક્ષેપ કર્યો છે કે જે દીકરીને તેમણે ૨૫ વર્ષ સુધી લાડ-કોડથી ઉછેરી, તે માત્ર ૨૫ દિવસના સંપર્કમાં આટલી હદે બદલાઈ જઈને પરિવારની વિરુદ્ધ થઈ ગઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મેં તેને ૨૫ વર્ષની કરી અને ૨૫ દિવસમાં તે મારા જ વિરુદ્ધ થઈ ગઈ! જા આ જેહાદ નથી તો બીજું શું છે?”
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન યુવતીના પિતા અરવિંદ પરમાર ભાવુક થઈ ગયા હતા અને સત્તાધીશો સામે વેધક સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જા ગુજરાતના મહાન નેતાઓ ધારે તો દુનિયાના ખૂણે ખૂણેથી લોકોને લાવી શકે છે, તો પછી મારી દીકરી ભારતના જ એક રાજ્ય (હૈદરાબાદ) માં હોવા છતાં કેમ પરત લાવી શકાતી નથી?
પિતાએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણે બધાએ ‘કેરલા વન’ અને ‘કેરલા ટુ’ જેવી ઘટનાઓ આપણે જાઈ છે, પણ હવે મારે ‘કેરલા થ્રી’ નથી જાવી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા યુવતીના વીડિયો અંગે પિતાએ કહ્યું કે તેમની દીકરી અણસમજુ છે અને તેને જે રીતે શીખવવામાં આવે છે તે રીતે તે વીડિયો બનાવી રહી છે. આજે મારી દીકરી ગઈ છે, કાલે કોઈ બીજાની જશે. આ સામાજિક દુષણને અટકાવવા સૌએ સાથે આવવું પડશે.
અરવિંદભાઈએ રાજકીય અગ્રણીઓ અને પોલીસ પ્રશાસન સામે હાથ જાડીને વિનંતી કરી છે કે તેમની દીકરીને ગમે તે ભોગે પરત લાવવામાં આવે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા અને સ્થાનિક રાજકારણમાં ગરમાયો છે અને લોકોમાં રોષની લાગણી જાવા મળી રહી છે.