
રાજકોટમાં રક્ષાબંધન પહેલા ત્રણ બહેનોએ એકના એક ભાઈને ગુમાવ્યો છે. ૪૪ વર્ષીય ચેતન રાવરાણીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું છે. મોરબી રોડ પર દવા પી બેભાન હાલતમાં મળી ચેતન રાવરાણી આવ્યો હતો. હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો છે.
મળતી માહિતી મુજબ ચેતન રાવરાણી (ઉ.વ.૪૪) રાજકોટમાં ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. તે ત્રણ બહેનોને એકને એક ભાઇ હતો. ચેતન રાવરાણી મોરબી રોડ પર દવા પી બેભાન હાલતમાં મળી આવ્યો હતો.આત્મહત્યા પાછળનું કારણ સામે નથી આવ્યું જા કે ચેતન રાવરાણી ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે. આર્થિક ભીંસથી કંટાળી યુવકે આપઘાત કર્યો હોવાનું મનાય છે.