પંચમહાલ જિલ્લામાં ડીઆઈએલઆર કચેરીના તત્કાલિન કર્મચારીઓની સાંઠગાંઠથી બિનખેતી પ્રક્રિયામાં ગેરરિતી આચરી મંજુરી મેળવનાર સામે તંત્ર મોૈન

પંચમહાલ જિલ્લા કલેકટર કચેરી ખાતે ખેતીની જમીન બિનખેતી કરાવવાની કાર્યવાહી દરમિયાન એક વ્યક્તિએ ગેરરિતી આચરીહોવાની સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા પાંચ મહિના પુર્વે તપાસ રિપોર્ટ કલેકટર કચેરીને મોકલાવ્યો હોવા છતાં કલેકટર કચેરી દ્વારા ગેરરિતી આચરી જમીન એન.એ.કરાવનાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરાઈ નથી.

ગોધરાને અડીને આવેલ વાવડી(બુ)ગ્રામ પંચાયત જેનો હવે ગોધરા નગરપાલિકામાં સમાવેશ થયેલ છે. તેમાં આવેલી સમ્રાટ નગર કો.ઓ.હા.સલ.ની માલિકીની 405 ચો.મી.જમીન જે સોસાયટીની કમ્પાઉન્ડ વોલને અડીને વર્ષોથી ખુલ્લી પડી હતી. તે જમીનની અડીને આવેલ જમીનના જમીન માલિકોએ પોતાની જમીનની રિવાઈઝ એન.એ.ની પ્રક્રિયામાં ડીઆઈએલઆર કચેરી પાસે માપણી કરાવી હતી. જે માપણી શીટમાંતમામ જમીન ક્ષેત્રફળ તેમજ સમ્રાટ નગર સોસાયટીની માલિકીની દબાણવાળી જમીનનુ ક્ષેત્રફળ પોતાના કબ્જામાં દર્શાવેલ હતુ. આ જમીન પાલિકાને ડીઆઈએલઆર કચેરીના તત્કાલિક અધિકારીઓની મદદથી માપણી શીટમાં દર્શાવેલ સમ્રાટ નગરની માલિકીની જમીનનુ 405 ચો.મી.ક્ષેત્રફળ હિસ્સા ફોર્મમાં પોતાની માલિકીમાં ઉમેરીને બતાવી દીધેલ હતુ. જેના આધારે નગર નિયોજક કચેરી પાસેથી દબાણવાળી સમ્રાટ નગર સોસાયટીની માલિકીની જમીનના ક્ષેત્રફળ સાથે તા.28/11/2013ના રોજ નકશો મંજુર કરાવી લીધેલ હતો. જે ગેરરિતી અંગે તપાસ કરવા સમ્રાટ નગર સોસાયટીના માજી પ્રમુખે લેખિત રજુઆત કરતા સુપ્રિટેન્ડન્ટ લેન્ડ રેકર્ડની કચેરી દ્વારા ડીઆઈએલઆર કચેરી મારફતેતપાસ કરાવડાવી જમીન એન.એ.ની પ્રક્રિયામાં આચરાયેલ ગેરરિતી અંગે પંચમહાલ કલેકટર કચેરીને તા.29/07/2025 થી પોતાનો તપાસ અહેવાલ મોકલાવેલ હતો. જે તપાસ અહેવાલમોકલાવે પાંચ મહિનાનો સમય વિતવા છતાં કલેકટર કચેરી દ્વારા સમ્રાટ નગર સોસાયટીની માલિકીની જમીનના ક્ષેત્રફળ સાથે રિવાઈઝ એન.એ.ની મેળવી લેવાયેલ મંજુરી રદ્દ કરવાજવાબદાર જમીન માલિકો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.