નવસારી નજીક ડ્રગ્સના જથ્થા સાથે બે લાખનો મુદ્દામાલ કબજે, ૩ આરોપી ઝડપાયા

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માહિતીને આધારે નવસારી-પલસાણા તરફના નેશનલ હાઈવે પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે એલએસડી ડ્રગ્સની સ્ટ્રીપો તથા ગાજો મળીને કુલ ‚. ૧,૯૭,૮૪૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ દૃરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચંદ્રશેખર પવારની ટીમને અંગત તથા વિશ્ર્વસનીય બાતમીદૃાર પાસેથી માહિતી મળી હતી કે તા. ૧૨/૦૧/૨૦૨૬ ના રોજ જેનિશ પટેલ નામનો ઇસમ નવસારીથી પલસાણા તરફ જતા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આવેલા વેસ્મા ઓવરબ્રિજ પાસેના ખેતલા આપા ટી-સ્ટોલ ખાતે પ્રતિબંધિત માદૃક પદૃાર્થ એલએસડી ડ્રગ્સની કેટલીક સ્ટ્રીપો આપવાના ઇરાદૃે આવનાર છે. બાતમી મુજબ આરોપી જીજે-૨૧-એન ૮૨૮૧ નંબરની હોન્ડા કંપનીની બ્લુ-સિલ્વર કલરની પેશન પ્લસ મોટરસાયકલનો ઉપયોગ કરતો હતો.

આ માહિતીના આધારે કાયદૃેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ ટીમે પંચો સાથે રેડ કરી. જેમાં આરોપી (૧) જેનિશ મુકેશભાઈ પટેલ, રહેવાસી ગામ સરાવ, મીઠા ફળીયા, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારી તથા અન્ય બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

પોલીસે તેમની પાસેથી કોમર્શિયલ જથ્થામાં:

એલએસડી પેપરના ૪૪ ટુકડા (વજન ૨ ગ્રામ ૩૦ મિલિગ્રામ), િંકમત ‚. ૧,૩૨,૦૦૦

ગાંજાનો જથ્થો ૩૩.૮ ગ્રામ, િંકમત ‚. ૧,૬૯૦/- આમ પોલીસે કુલ ‚. ૧,૯૭,૮૪૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ ઉપરાંત ગાંજાનો જથ્થો પૂરું પાડનાર વોન્ટેડ આરોપી વસુદૃેવ ઈશ્ર્વર પાટીલ, રહેવાસી વિઠ્ઠલ મંદિૃર સામે, વિજલપોર, તાલુકો જલાલપોર, જિલ્લો નવસારીને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. આમ કુલ ચાર આરોપીઓ વિરુદ્ધ સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસ સ્ટેશન, ગાંધીનગર ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કેસમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ એક્ટ-૧૯૮૫ ની કલમ ૮, ૨૦, ૨૨, ૨૯ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ ગુનો દૃાખલ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદૃેશક ડૉ. કે.એલ.એન. રાવ તથા સ્ટેટ મોનીટરીંગ સેલના અતિરિક્ત પોલીસ મહાનિરીક્ષક નિબલિપ્ત રાયના માર્ગદૃર્શન અને સીધી દૃેખરેખ હેઠળ, તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર મયુર ચાવડાના માર્ગદૃર્શન હેઠળ ડ્રગ્સ ગાંજાની હેરાફેરી પર કડક નજર રાખવા સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોને કામગીરી સોંપવામાં આવી હતી.જેને આધારે આ કામગીરી હાથ ધરવામાંઆવી હતી.ઉપરોક્ત ગુનાની ઊંડાણપૂર્વક તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.