નવજીવન સાયન્સ કોલેજ દાહોદમાં એનએસએસનો ઓરીએન્ટેશન કાર્યક્રમ યોજાયો

તા.૧૦/૦૭/૨૦૨૬ શુક્રવારના રોજ દાહોદ અનાજ મહાજાન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના એન.એસ.એસ. એકમ દ્ધારા પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધેલ વિદ્યાર્થીઓ માટે ગજજ નો ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. આ ઓરિએન્ટેશન નો હેતું વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સેવા યોજનાની કામગીરી, મહત્વ, આત્મવિકાસ અને સમાજ સેવામાં એમની ભુમિકાની સમજ આપવાનો હતો. આ પ્રોગ્રામમાં કોલેજના પ્રો.ડો.એચ. આર.ડાભી સર અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસ ડો.એસ.એ.પટેલ અને નીલ પટેલ દ્ધારા વિદ્યાર્થીઓને ગજજ વિશે પુર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ભુતપૂર્વ એન.એસ.એસ. સ્વયંસેવકો દ્ધારા એમના અનુભવો અને એન.એસ.એસ. ના કારણે એમના જીવનમાં થયેલ બદલાવ વિશે માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓને એન.એસ.એસ. માં જોડાવા માટેના ફોર્મ ભરાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. તમામ કાર્યક્રમનું આયોજન કાર્યકારી આચાર્ય ડો.જી.જે.ખરાદી સરના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પી.ઓ. ડો.શ્રેયસ પટેલ, નીલ આર. પટેલ અને સ્વયંસેવકો દ્ધારા કરવામાં આવ્યું હતું.