
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ (ગુજરાત) ખાતે સંકલ્પ કેરિયર એકેડમીના સંયુક્ત ઉપક્રમે પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીના માર્ગદર્શન હેઠળ તથા UDISHA સેલના કો-ઓર્ડિનેટર ડૉ. વિશાલ આર. જૈનના આયોજન અને સંકલનથી વિદ્યાર્થીઓ માટે “સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર”*નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમના પ્રારંભે પ્રિન્સિપાલ ડૉ. જી. જે. ખરાડીએ ઉપસ્થિત વિદ્યાર્થીઓ તથા સંકલ્પ કેરિયર એકેડમીના પ્રતિનિધિઓનું સ્વાગત કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી બાબુભાઈ ભુરીયાએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માહિતી આપી તથા પરીક્ષાની તૈયારી માટે યોગ્ય આયોજન, સમય વ્યવસ્થાપન અને સતત મહેનતના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

સંકલ્પ કેરિયર એકેડમીના ડાયરેક્ટરશ્રી વિકાસએ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તેમાં રહેલી કારકિર્દીની તકો તથા પરીક્ષાની અસરકારક તૈયારી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાના પઠાણે કર્યું હતું, જ્યારે આભારવિધિ નેન્સી ક્રિશ્ચિયને કરી હતી. સેમિનારમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે ઉપયોગી માહિતી, માર્ગદર્શન અને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી..