
પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં ૧૬ સપ્ટેમ્બરે મોરવા હડફ નદીના જૂના પુલ પાસેથી એક અજાણી કિશોરીની લાશ મળી હતી. હવે તેની ઓળખ થઈ ગઈ છે.
મૃતક કિશોરી મોરવા હડફ તાલુકાના બિલવણીયા ગામની ૧૬ વર્ષીય પુષ્પાબેન દિલીપભાઈ ઉમા હતી. પરિવારના જણાવ્યા અનુસાર, પુષ્પા ૧૧ સપ્ટેમ્બરથી પોતાના ઘરેથી ગુમ હતી. કિશોરીના પિતાએ જણાવ્યું કે પુષ્પા જન્મથી જ દિવ્યાંગ હતી. તે બોલી કે સાંભળી શકતી નહોતી. ઘટનાની જાણ થતાં મોરવા હડફ પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી અને પંચનામાની કામગીરી કરી હતી. તમામ જરી કાર્યવાહી પૂરી કરીને કિશોરીનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.