
ગુજરાત હાઈકોર્ટે માનવ અધિકાર આયોગોની કામગીરી અંગે મહત્વપૂર્ણ અને સ્પષ્ટ માર્ગદૃર્શિકા આપતાં જણાવ્યું છે કે માનવ અધિકાર આયોગનું કાર્ય ખાનગી અથવા કુટુંબીય સિવિલ વિવાદૃો ઉકેલવાનું નથી. માનવ અધિકારોનો મૂળ હેતુ જીવન, સ્વતંત્રતા, સમાનતા અને માનવ ગૌરવ જેવી મૂળભૂત સ્વતંત્રતાઓનું રક્ષણ કરવાનો છે.
હાઈકોર્ટએ એક કેસમાં નોંધ્યું હતું કે કુટુંબીય મિલકત સંબંધિત વિવાદૃ, જે પહેલેથી જ સિવિલ કોર્ટમાં ચાલતો હતો, તેને માનવ અધિકારના ઉલ્લંઘન તરીકે દૃર્શાવી રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જમીનની માલિકી, વારસાગત હક્ક, વહેંચણી, કરાર અથવા કુટુંબીય ગોઠવણ સંબંધિત મુદ્દાઓ શુદ્ધ સિવિલ વિવાદૃો છે અને તેનો નિર્ણય માત્ર સિવિલ કોર્ટ દ્વારા જ થવો જોઈએ.
કોર્ટે ચેતવણી આપી હતી કે આવા કેસોને સ્વીકારવાથી માનવ અધિકાર આયોગ સમકક્ષ સિવિલ કોર્ટમાં પરિવર્તિત થઈ જાય છે, જે કાયદૃાનો ઉદ્દેશ ક્યારેય નહોતો. રાજ્ય સરકાર તરફથી ઉપસ્થિત સરકારી વકીલ જી.એચ. વિર્કે પણ માનવ અધિકાર આયોગની કાર્યવાહીનો દૃુરુપયોગ કરીને સરકારી અધિકારીઓને અનાવશ્યક રીતે બોલાવવાની પ્રથા પર રોક લગાવવાની માંગ કરી હતી.
રાજ્ય સરકારે રજૂઆતમાં જણાવ્યું કે માનવ અધિકાર આયોગોએ કોર્ટમાં પહેલેથી ચાલતા સિવિલ અથવા કરાર સંબંધિત વિવાદૃોમાં હસ્તક્ષેપ ટાળવો જોઈએ. ઉપરાંત, મીડિયા અહેવાલો કે અનામ ફરિયાદૃોના આધારે સ્વપ્રેરિત કાર્યવાહી કરતી વખતે અત્યંત સાવચેતી રાખવી જરી છે. કાર્યવાહી દૃરમિયાન વરિષ્ઠ સરકારી અધિકારીઓને હળવાશથી બોલાવવા ન જોઈએ, તે બાબતે પણ ભાર મૂકાયો હતો.
હાઈકોર્ટે રાજ્યની આ તમામ રજૂઆતોને સ્વીકારીને ભવિષ્ય માટે સ્પષ્ટ દિૃશાનિર્દૃેશો આપ્યા. કોર્ટે જણાવ્યું કે માનવ અધિકાર આયોગે ફરિયાદૃ સ્વીકારતા પહેલા એ ચોક્કસ રીતે તપાસવું જોઈએ કે ફરિયાદૃ ખરેખર માનવ અધિકારના મુદ્દાને સ્પર્શે છે કે નહીં. સમન્સ અને વોરંટ્સનો ઉપયોગ અત્યંત મર્યાદિૃત અને જવાબદૃારીપૂર્વક થવો જોઈએ.
કોર્ટે અંતમાં નોંધ્યું કે માનવ અધિકાર આયોગની કાર્યવાહીથી ખાનગી પક્ષો પર દૃબાણ સર્જાય અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા વિના સિવિલ વિવાદૃો ઉકેલાવાની સ્થિતિ ઊભી થાય તે ગંભીર બાબત છે. તેથી, માનવ અધિકારના નામે ખાનગી વિવાદૃોમાં સરકારી અધિકારીઓને ખેંચવાની પ્રથા પર સ્પષ્ટ રોક હોવી જોઈએ.