મહિસાગરના ચાર તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં પાંચ દિવસ પાણી છોડવા માંગ

મહિસાગર જિલ્લામાં ચોમાસા દરમિયાન થયેલા અપુરતા અને છુટાછવાયા વરસાદને કારણે ખેડુતોને ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને જિલ્લામાં મોટા પ્રમાણમાં વાવવામાં આવતા ડાંગરના પાકને હાલ પાણીની જરૂરિયાત ઉભી થતાં ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે લુણાવાડા, ખાનપુર, વિરપુર અને બાલાસિનોરના ખેડુતો દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાંચ દિવસ માટે પાણી છોડવાની માંગ કરી છે. જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન મોટા પ્રમાણમાં ડાંગરની ખેતી કરે છે. હાલ ડાંગરના ૫ાકને પાણીની ખાસ જરૂરિયાત છે અને જો પાણી નહિ છોડાય તો ડાંગરના પાકને નુકસાનની ભિતી સેવાઈ રહી છે.