ગોધરાના કોટડા ગામેથી ખેતરમાં સંતાડી રાખેલ રૂ.૪.૮૫ લાખના દારૂ સાથે એક ઈસમને ઝડપ્યો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે આવેલા માલીવાડ ફળિયામાં સ્ટેટ મોનીટરીંગ સેલે રેઈડ દરમિયાન આરોપીના રહેણાંક મકાન અને તેના કબ્જાના ખેતરમાં સંતાડી રાખેલા વિદેશી દારૂ તથા બિયરના કુલ ૨,૧૧૮ નંગ મળી આવ્યા હતા. પોલીસે દારૂ સહિત કુલ રૂ.૬,૩૧,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરીને એક આરોપીની ધરપકડ કરી હતી. જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા આગળ કાર્યવાહી હાથ ધરી હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કોટડા ગામના માલીવાડ ફળિયામાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન અમરસિંહ નાનુભાઈ માલીવાડના રહેણાંક મકાન તેમજ તેના કબ્જાના ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરના ટીમ મળી આવ્યા હતા. જપ્ત કરાયેલ દા‚ની કિ.રૂ.૪,૮૮,૭૦૦/-હોવાનુ નોંધાયુ છે. આ ઉપરાંત દા‚ના વેચાણના રોકડા રૂ.૨,૬૦૦/-, બે મોબાઈલ ફોન કિ.રૂ.૧૦,૫૦૦/- અને દારૂની પેટીઓની હેરાફેરી તેમજ હોમ ડીલીવરી માટે ઉપયોગમાં લેવાયેલ બે એક્ટિવા કિ.રૂ.૧,૩૦,૦૦૦/-સાથે એક લાઈટ બિલ અને એક કયુઆર કોડ મશીન પણ જપ્ત કરાયા હતા. આમ પોલીસે કુલ રૂ.૬,૩૧,૮૦૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કેસમાં પોલીસે અમરસિંહ નાનુભાઈ માલીવાડ(રહે.માલીવાડ ફળિયુ, કોટડા, તા.ગોધરા)ની ધરપકડ કરી છે. જયારે સંતરોડના પર્વત પુનાભાઈ બારીયા(પટેલ)પર દા‚નો જથ્થો પુરો પાડવાનો આરોપ છે. આ ઉપરાંત રાજસ્થાનના અને મધ્યપ્રદેશમાંથી દા‚નો જથ્થો મોકલનાર ઈસમો સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.