મહીસાગર જીલ્લાનાં શારીરીક ક્ષતી ધરાવતા અંધ,બહેરા,મૂંગા,અપંગ તેમજ રક્તપિત તથા મંદબુદ્ધિવાળા કર્મચારીઓ તથા સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમને કામે રાખતા નોકરીદાતાઓ તથા તેમને નોકરીમાં થાળે પાડવા વિશિષ્ટ કામગીરી કરતા “પ્લેસમેન્ટ ઓફિસરો ને વર્ષ ૨૦૨૫ માં રાષ્ટ્રીય અને ગુજરાત રાજ્યના શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તરફથી આપવામાં આવનાર દિવ્યાંગ કલ્યાણ પારિતોષિક માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
અરજીનો નમુનો ખાતાની વેબસાઇટhttps://anubandham.gujarat.gov.in/notice-boardપરથી તથા જીલ્લા રોજગાર કચેરી મહીસાગર,સેવાસદન -૨, બીજા માળ ખાતે થી વિનામુલ્યે તા- ૩૦-૦૩-૨૦૨૬ સુધીમાં મળી શકશે. જે તા:૩૦-૦૩-૨૦૨૬ સુધી સ્વીકારશે, વધુ માહિતી માટે કચેરીના હેલ્પ લાઇન નંબર-(૦૨૬૭૪) ૨૫૦ ૩૦૬ પર સંપર્ક કરવો. તેમ મહીસાગર રોજગાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.