મહિલા સુરક્ષા, સ્વાવલંબન અને આરોગ્યના મંત્ર સાથે વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ આગામી ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન રાજ્યવ્યાપી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે, જેના ભાગપે મહીસાગર જીલ્લામાં પણ વ્યાપક આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જીલ્લા વહીવટી તંત્ર અને જીલ્લા મહિલા તથા બાળ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ વિશેષ સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ, સુરક્ષા, સ્વાવલંબન અને આરોગ્ય વિષયક બાબતો અંગે જનજાગૃતિ લાવવાનો છે. આ ઉજવણી દરમિયાન જીલ્લાના વિવિધ વિસ્તારોમાં મહિલાઓના સર્વાંગી વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ પ્રવૃત્તિઓનું સંચાલન કરવામાં આવશે.
મહીસાગર જીલ્લામાં આ ઉજવણી દરમિયાન વિવિધ વિભાગોના સહયોગથી મહિલાઓ અને બાળકોના અધિકારો તેમજ તેમના કલ્યાણ માટેની યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવશે. જીલ્લાભરમાં યોજાનારા આ કાર્યક્રમોમાં મહિલાઓને આર્થિક અને સામાજીક રીતે પગભર કરવા માટે જરી માર્ગદર્શન પૂં પાડવામાં આવશે. તંત્ર દ્વારા આયોજીત આ કાર્યક્રમોમાં મહિલાઓના ઉત્કર્ષ માટેની વિવિધ સરકારી યોજનાઓના લાભો અને કાયદાકીય અધિકારો વિશે પણ ઊંડાણપૂર્વક સમજ પૂરી પાડવામાં આવશે, જેથી નારી શક્તિ વધુ સમૃદ્ધ અને સુરક્ષિત બની શકે.
આગામી સપ્તાહ દરમિયાન દરરોજ અલગ-અલગ થીમ પર આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના પ્રથમ દિવસે ૧ ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ તરીકે સુરક્ષા અંગેની જાગૃતિ ફેલાવવામાં આવશે. ત્યારબાદ ૩ ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાઓ દિવસ અને ૪ ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે. સપ્તાહના આગળના દિવસોમાં ૫ ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, ૬ ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ અને ૭ ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અંતર્ગત વિવિધ વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો યોજાશે. આ ઉજવણીના અંતિમ દિવસે ૮ ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવણી કરીને માતા અને બાળકના સ્વાસ્થ્ય અને પોષણ અંગેના પાસાઓ પર ભાર મૂકવામાં આવશે.