દાહોદ જીલ્લાના કુણી ગામ ના વાંક ફળિયામાં ચાર રસ્તા નજીક ગેરકાયદેસર રીતે ટ્રેક્ટરમાં વિદેશી દાની હેરાફેરી થતી હોવાની બાતમીના આધારે લીમડી પોલીસ સ્ટેશન એ સફળ કાર્યવાહી કરી કુલ ા. ૪,૫૫,૮૮૮ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
દાહોદ જીલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર દાની હેરાફેરી રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી, દાહોદ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ.
ખાનગી બાતમીના આધારે પોલીસે મહિન્દ્રા કંપનીના નંબર પ્લેટ વગરના ટ્રેક્ટરની હાઇડ્રોલિક ટ્રોલીની નીચેના ભાગમાંથી ૩૮૪ બોટલ વિદેશી દા અને બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. સાથે ટ્રેક્ટર અને મોબાઇલ ફોન મળી કુલ . ૪,૫૫,૮૮૮ નો મુદ્દામાલ જપ્ત કરાયો.
પકડાયેલા આરોપી તરીકે રાહુલભાઈ મુકેશભાઈ તાવિયાડ ની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે પ્રોહિબિશન એક્ટ કલમ ૬૫(ઈ), ૯૮(૨), ૧૧૬(બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
બોકસ: ઝડપાયેલ મુદ્દામાલ…
વિદેશી દા અને બિયર ૩૮૪ બોટલ ા. ૪૫,૮૮૮,
મહિન્દ્રા ટ્રેક્ટર ા. ૪,૦૦,૦૦૦,
ટશદજ્ઞ મોબાઇલ ફોન ા.૧૦,૦૦૦,
કુલ મુદ્દામાલ કિંમત ા. ૪,૫૫,૮૮૮ હોવાનું પોલીસે જણાવ્યું છે.