દે.બારીયા શહેર અને પંથકમાં બલાડીની ટોપ માફક કેરીના જુસના સ્ટોલો ફુટી નિકળ્યા છે ?

દે.બારીયા શહેરમાં અને પંથકના ગ્રામીણના ચાર રસ્તે કેરીના જુસ સેન્ટરો ખુલી ગયા છે. તેઓને ફ્રુટ એન્ડ ડ્રગ્સ વિભાગે સેન્ટરો ખોલવાનો પુરવાનો કયા કયા માપદંડોના આધારે આપ્યા છે કે નહિ તેની તપાસ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ કરશે ? કે પછી મેળાપીપણા અપનાવી વ્યવહાર લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાના પરવાના આપી દીધા હોય તેવું આમ જનતામાં ચર્ચાઈ રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીયા શહેરમાં દરેક ચાર રસ્તા ઉપર કેરીના નામ નકલી કેરીનો જુસ એ પણ અખાદ્ય કલર વાપરી કેરીનો જુસ ગ્રામીણ માંથી આવતી ગરીબ પ્રજા સાથે અને સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. તેની ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ તપાસ કરશે ખરાં ? તે વેધક સવાલ છે અમુક ટકા કેરીએ પણ અખાદ્ય પદાર્થથી પકવેલી હજુ સ્થાનિક કેરીના આંબા પર શાક કેરી થઈ નથી અને આ કયાંથી પકવેલી કેરી કે પછી પપૈયાનો જુસ મેળવી કેરીનો ફેવર નાખીને ધુમ વેચાણ થાય છે. આની તટસ્થ તપાસ કરી જુસના નમુનાઓ લઈ પૃથકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે તો ધણું બધું બહાર આવે તો નવાઈ નહી.