
જિલ્લાના કોડીનારની બે સગીરાઓ અચાનક ગુમ થઈ ગઈ અને પોલીસે તપાસ હાથ ધરી ત્યારે મહેસાણાના ઉનાવા ગામે બુરખો પહેરેલી હાલતમાં મળી. બંને સગીરાઓનું કાઉન્સેલિંગ કરાયા બાદ મોટો ખુલાસો સામે આવ્યો. બંને સગીરાઓને ગીર સોમનાથ, મહેસાણા, વેરાવળ, ગાંધીનગર ટ્રેન મારફતે ફેરવવામાં આવી. જે બાદ બંનેના નામ બદલી અને લગ્ન કરાવવાના પ્રયાસો થયા હતા.
મળતી વિગતો અનુસાર, કોડીનારમાં રહેતી બે સગીરાઓ અચાનક ગુમ થઈ ગઈ હતી. પરિવારને ચિંતા થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી જે બાદ પોલીસે તપાસ હાથ ધરી તો આસપાસના વિસ્તારોના સીસીટીવી તપાસતા બંનેનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામનું મળ્યું. પોલીસે તાત્કાલિક ટીમ સાથે ઉનાવા પહોંચી સ્થાનિક પોલીસની મદદ લેતા મીરા દાતાર દરગાહમાંથી બંને સગીરાને શોધી કાઢવામાં આવી હતી.
પોલીસે સ્થાનિક પોલીસની મદદથી બંને સગીરાઓને તો શોધી કાઢી પરંતુ બંને બુરખો પહેરેલી હાલતમાં અને દરગાહમાંથી મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. જે બાદ બંનેનો કબજા મેળવી કોડીનાર પરત લાવવામાં આવી હતી. કોડીનાર પરત લાવ્યા બાદ મહિલા પોલીસ દ્વારા બંને સગીરાની કાઉન્સેલિંગ સાથે પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન સગીરાઓએ આપેલી વિગતોના આધારે તેમને કોડીનારથી મહેસાણાના ઉનાવા સુધી લઈ જવા, બુરખો પહેરાવવા અને નામ બદલવા સુધીના કાવતરા થયા હતા. પોલીસની તપાસમાં આ સમગ્ર ઘટનામાં અન્ય વ્યÂક્તઓની સંડોવણી હોવાની વિગતો પણ બહાર આવી છે. આ વચ્ચે ઘટનાને લગતો આશરે છ મિનિટનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તેમાં ધોરણ-૮માં અભ્યાસ કરતી એક સગીરાએ આરએસએસના આગેવાન જીગ્નેશ પરમાર સમક્ષ સમગ્ર ઘટનાની વિગતો જણાવી છે.
વીડિયોમાં સગીરાએ જણાવ્યું હતું કે, તેની બહેનપણીનું હિન્દુ નામ બદલીને ‘કાજી નાયરા’ રાખવામાં આવ્યું હતું. બંનેને ઉનાવા ગામની મીરા દાતાર દરગાહમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવી હતી. શરૂઆતમાં બંને સગીરામાંથી એક કહેવાતા મામા અબ્દુલ મિયાંના ઘરે ગઈ હતી. ત્યાં તેને બુરખો પહેરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેને ગામમાં ફેરવવામાં આવી હતી અને વેરાવળ જવાનું કહેવામાં આવ્યું હતું.સગીરાઓ વેરાવળ પહોંચી ત્યાંથી તેમને ગાંધીનગર જવાનું જણાવવામાં આવ્યું હતું. બંને વેરાવળથી ટ્રેનના જનરલ ડબ્બામાં ટિકિટ વગર મુસાફરી કરીને ગાંધીનગર પહોંચી હતી. જ્યાં તેની માતાને ફોન કરી પૈસા ટ્રાન્સફર કરવા કહેવામાં આવ્યું હતું. જે મુજબ સગીરાએ તેની માતાને ફોન કરી એક દુકાનદારને ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવ્યા હતા. જે બાદ દુકાનદારે રોકડા રૂ. ૧,૦૦૦ આપતા બંનેએ ટિકિટ લઈને ટ્રેન મારફતે ઉનાવા સુધીની મુસાફરી કરી હતી.
ઉનાવા પહોંચતા જ રેલવે સ્ટેશન પર એક યુવક રિક્ષા લઈને તેમને લેવા આવ્યો હતો. ત્યાર બાદ બંનેને મીરા દાતાર દરગાહ લઈ જવામાં આવી હતી. ત્યાં તે યુવક ચાદર સહિતની વસ્તુઓ લઈને આવ્યો હતો. જ્યાં દરગાહમાં દિવસ દરમિયાન બેસવાનું અને સાંજે બહાર રહેવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન ધોરાજીના મુÂસ્લમ યુવક નિસાદ કાજીએ બંને સગીરાના ફોનમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યાં હતા, જેથી સગીરાના પરિવાર અને પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે.
દરગાહમાં પહોંચ્યા બાદ કોઈ વ્યક્તિ બંનેને ગોતી ન શકે તે માટે બંનેને પોતાનું નામ બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, એક યુવક સાથે લગ્ન કરી ત્યાં જ સ્થાયી થવા માટે પણ કહેવામાં આવ્યું હતું. આ કેસમાં મહેસાણાના ઉનાવાની પ્રસિદ્ધ મીરા દાતાર દરગાહના મૌલવી આસિફ કવાલી ઉર્ફે કવાલી, એક સગીરાના કહેવાતા મુÂસ્લમ મામા અબ્દુલ હાજી સંધિ, ધોરાજીના એક મુસ્લિમ યુવક નિસાદ કાજી અને શાકિર ઉર્ફે બબલી એમ કુલ ચાર આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે નિસાદ કાજી હજુ પણ ફરાર છે.સમગ્ર મામલે સગીરાઓનાં નિવેદનો બાદ ધર્મપરિવર્તન તથા લગ્ન કરાવવાના આક્ષેપોની તપાસ પોલીસ માટે મહ¥વપૂર્ણ બની છે. પોલીસને તપાસમાં આ કોઈ મોટું ધર્માંતરણ રેકેટ લાગી રહ્યું હોવાથી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે અન્ય કોઈ હિન્દૂ સગીરાઓ કે યુવતીઓને જાળમાં ફસાવી ધર્મપરિવર્તન કરવામાં આવ્યું છે કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ તેજ કરી છે.