ખાનપુરના ભુવાબાર ગામે ભાદર ડેમના પાણીમાં પશુપાલક પર મગરનો જીવલેણ હુમલો

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં ૧૦૮ ઈમરજન્સી સેવા વડાગામની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી મગરના હુમલામાં ગંભીર રીતે ધવાયેલો એક વ્યક્તિનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ખાનપુર તાલુકાના ભુવાબાર ગામે એક પશુપાલક તેની ભેંસોને ચરાવવા માટે ભાદર ડેમના પાણીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે પાણીમાં ધાત લગાવીને બેઠેલા એક મગરે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં તેમને પગમાં અત્યંત ગંભીર ઈજા પહોંચી હતી. અને ભારે રકતસ્ત્રાવ શ‚ થઈ ગયો હતો. જોકે તેઓ જેમ તેમ કરીને જીવ બચાવવા દોડીને બહાર નીકળી ગયા હતા. તેમજ મગરના હુમલા વિશે પરિવારજનોને જણાવતા પરિવારજનોએ તુરંત જ ૧૦૮ ઈમરજન્સીને કોલ કરતા વડાગામ ઈમરજન્સી સેવાની ટીમના ઈમરજન્સી મેડિકલ ટેક્નિશીયન સુરેશ પંચાલ અને પાયલોટ રાજેશભાઈ વાળંદે ત્યાં પહોંચી દર્દીની ગંભીર સ્થિતિ જોઈને સ્થળ પર પ્રાથમિક સારવાર શ‚ કરી દીધી હતી. તેમજ ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ સંસ્થા દ્વારા મળેલી સઘન ટ્રેનિંગનો ઉપયોગ કરીને રિસ્પોન્સ સેન્ટરના ફિઝિશીયન ડો.જે.ડી.પટેલ સાથે ઓન કોલ સંપર્ક સાધી તેમની સલાહ અને માર્ગદર્શન મુજબ દર્દીને જ‚રી ઈન્જેકશનો તથા પાઈપ ચઢાવી, વધુ સારવાર અર્થે કોટેજ હોસ્પિટલ ખાતે શિફટ કર્યા હતા.