કેશોદ તાલુકા પંચાયત: ‘મોટી ઘસરી બેઠક પર અનોખી રસાકસી, ચિઠ્ઠીએ આપણે સાથ આપ્યો

કેશોદ તાલુકા પંચાયતની ચૂંટણી ૨૦૨૬માં સૌથી વધુ ચર્ચામાં રહેલી મોટી ઘસરી બેઠક પર ભાજપ અને આમ આદૃમી પાર્ટી વચ્ચે જોરદૃાર ટક્કર જોવા મળી હતી. મતગણતરી પૂરી થતાં બંને ઉમેદૃવારોને સરખા મત મળતા અંતિમ નિર્ણય લોટરી (ચિઠ્ઠી ઉછાળીને) દ્વારા લેવામાં આવ્યો, જેમાં આમ આદૃમી પાર્ટીના ઉમેદૃવારનું નામ નીકળતાં તેઓ વિજેતા બન્યા. આ અનોખી ઘટનાએ ભાજપના કાર્યકર્તાઓમાં નિરાશા છવાઈ જતાં આપસમર્થકો ‘આપ આવી ગઈના નારા સાથે ઉત્સાહમાં આવી ગયા હતા.

ચૂંટણી અધિકારીએ બંને પક્ષના ઉમેદવારો અને તેમના એજન્ટોની હાજરીમાં ચિઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા શ‚ કરી. હોલમાં સન્નાટો છવાઈ ગયો હતો. દૃરેકની નજર ચિઠ્ઠીના બોક્સ પર અને અધિકારીના હાથ પર રહેલી ચિઠ્ઠી પર હતી. જ્યારે અધિકારીએ એક ચિઠ્ઠી કાઢી અને તેમાં આમ આદૃમી પાર્ટીના ઉમેદવારનું નામ વંચાયું ત્યારે આપના કાર્યકર્તાઓમાં ખુશીનો પારાવાર ઉત્સાહ છવાઈ ગયો. આ પરિણામ માત્ર એક બેઠકનું નથી, પરંતુ તે દર્શાવે છે કે રાજકારણમાં ક્યારેક મતદૃારોના મત અને ક્યારેક નસીબ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. મોટી ઘસરીના મતદૃારોના મતો સમાન હોવા છતાં, ચિઠ્ઠીએ આમ આદૃમી પાર્ટી તરફી ફેંસલો કર્યો.