કર્ણાટકના કુર્ગ હિલ સ્ટેશનથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. બે યુવાનો પર હોમસ્ટેમાં રહેતી એક અમેરિકન પ્રવાસી પર બળાત્કાર કરવાનો આરોપ છે. પીડિતા અમેરિકન રહેવાસી છે અને કટ્ટા ગામમાં રહેતી હતી. પોલીસે આ કેસના સંદર્ભમાં હોમસ્ટેના માલિક અને એક કર્મચારીની ધરપકડ કરી છે.
મુખ્ય આરોપીની ઓળખ ઝારખંડના રહેવાસી બ્રિજેશ કુમાર તરીકે થઈ છે. તેના પર આરોપ છે કે તેણે મહિલાના પીણામાં ડ્રગ ભેળવી દીધું હતું અને પછી હોમસ્ટેમાં તેના પર બળાત્કાર કર્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદમાં, પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેણીને તેના પીણામાં ડ્રગ ભેળવી દેવામાં આવ્યું હતું.
તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે હોમસ્ટે માલિક પણ સામેલ હતો. એવો આરોપ છે કે માલિકે જાણી જાઈને હોમસ્ટેનું વાઇ-ફાઇ ત્રણ દિવસ માટે બંધ રાખ્યું હતું જેથી પીડિતા કોઈને મદદ માટે બોલાવી ન શકે. પીડિતા ત્રણ દિવસ પછી હોમસ્ટેમાંથી ભાગી જવામાં સફળ રહી. તેણીએ હોમસ્ટે માલિકને સમજાવ્યું કે તે મૈસુર જઈ રહી છે.
પ્રાથમિક પુરાવા સૂચવે છે કે માલિકે પીડિતાનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કાપી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે.
હોમસ્ટે છોડ્યા પછી, પીડિતાએ યુએસ એમ્બેસી અને મૈસુર પોલીસના અધિકારીઓનો ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો. આ પછી, પોલીસ અને દૂતાવાસે કાર્યવાહી શરૂ કરી. આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને ૩ મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. વધુમાં, વિદેશ મંત્રાલયના અધિકારીઓએ પરિÂસ્થતિની સમીક્ષા કરવા માટે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.