કદવાલના પાની ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

ગુજરાત સરકારની વિવિધ વિકાસ યોજનાઓનો લાભ લોકોને ઘરઆંગણે મળે તે હેતુથી કદવાલ તાલુકાના પાની ગામની પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ પાની ગ્રામ પંચાયત દ્વારા આયોજીત કરાયો હતો.

કાર્યક્રમની શ‚આતમાં કદવાલના તાલુકા વિકાસ અધિકારી યાદવ ે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. તેમણે સરકારની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. યાદવ ે જણાવ્યું કે સરકાર લોકોની સમસ્યાઓ દૂર કરવા અને યોજનાઓના લાભ પહોંચાડવા માટે તેમના આંગણે આવી છે.

આ પ્રસંગે કદવાલ જીલ્લા સદસ્ય વિજયભાઈ રાઠવા કદવાલ તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન બારીયા, સ્થાનિક તાલુકા સદસ્ય મિત્તલબેન રાઠવા, કદવાલ તાલુકા કારોબારી સભ્ય રમીલાબેન રાઠવા, સરપંચ સુમનભાઈ નાયકા અને પાર્ટી સંગઠન પ્રમુખ વિરલભાઈ બારીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મહાનુભાવોએ પણ સંબોધન કર્યું હતું અને દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.