
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ ના સામાન્ય અંદૃાજપત્ર પર બેઠક યોજવામાં આવી હતી, જેમાં થોડા દિૃવસ પૂર્વે મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર દ્વારા ૨૭ કરોડના વધારાના કરબોજ સાથે ૧૫૦૧ કરોડનું સામાન્ય અંદૃાજપત્ર મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને સુપ્રત કરાયું હતું.સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા ૨૭ કરોડના વધારાના કરબોજમાંથી ૨૧ કરોડનો કરબોજ ફગાવીને માત્ર ૬ કરોડના કરબોજ વધારા સાથે ૧૪૮૦ કરોડનુ વર્ષ ૨૦૨૬-૨૭ નું સામાન્ય અંદૃાજપત્ર મંજૂર કર્યું છે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરે આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવેલા ૧૪૮૦ કરોડના બજેટ પર વિગતો આપતા જણાવ્યું હતું કે, કમિશનર દ્વારા સામાન્ય ટેક્સમાં ૧૦ કરોડના વધારાની દૃરખાસ્ત કરવામાં આવી હતી, તેમાં સ્ટેન્ડિંગ કમિટી ૫૦ ટકાનો ઘટાડો કરીને પાંચ કરોડ કરબોજની દૃરખાસ્તને મંજુર કરી છે. તેવી જ રીતે ડ્રેનેજ વિભાગમાં પણ બે કરોડના વધારાના ટેક્સની જોગવાઈ કરાઈ હતી, તેમાં પણ કમિટીએ ૧ કરોડને માન્ય રાખ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા પાણી વેરામાં ૪.૩૦ કરોડનો વધારો સૂચવવામાં આવ્યો હતો, જેમાં સ્ટેન્ડિંગ કમીટીએ પાણી વેરામાં કોઈ પણ પ્રકારનો વધારો કરાયો નથી. દૃીવાબત્તી કરમાં પણ ૨.૫ કરોડ વધારાની જોગવાઈ કરવાની કમિશનર દ્વારા સુચન કરવામાં આવ્યુ હતુ, તેમાં પણ સ્ટેન્ડિંગ કમીટી એ કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી. વધુમાં ભૂગર્ભ ગટર જોડાણ માટે કમિશનર દ્વારા જોડાણ મેળવનાર પ્રત્યેક વ્યક્તિ પાસેથી જોડાણના ભાગપે ૮ કરોડ પિયાની રકમ એકત્ર કરવાનો લક્ષ્યાંક સામાન્ય અંદૃાજપત્રમાં રાખવામાં આવ્યો હતો, જેને સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દૃીધો છે અને કોઈ પણ પ્રકારના વેરા આપ્યા વગર સામાન્ય લોકો ભૂગર્ભ ગટરનું કનેક્શન મેળવી શકશે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારને હેરિટેજ વિસ્તાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેથી આ બજેટમાં હેરીટેજ સ્ટ્રીટ જેવી વ્યવસ્થા ઊભી થાય તે માટે ખાસ હેરિટેજ કામો કરવાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યુવાનો માટે સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવનાર છે, જેમાં ક્રિકેટ, બાસ્કેટબોલ, સ્કેિંટગ અને ટેનિસ સહિત અલગ અલગ રમતો વિવેકાનંદૃ સ્પોટ્સ કોમ્પ્લેક્સમાં જૂનાગઢના યુવાન અને ખેલાડીઓ રમી શકે તે માટેની વ્યવસ્થા અને જોગવાઈ વર્ષ ૨૦૨૬-૨૭ ના સામાન્ય અંદૃાજપત્રમાં કરવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ ફિઝિયોથેરાપી સેન્ટર અને કુમારીકાઓ અને મહિલાઓમાં હિમોગ્લોબિનની ખામી દૃૂર થાય તે માટે દવા અને તબીબી પરીક્ષાની વિશેષ વ્યવસ્થા પણ બજેટમાં કરવામાં આવી છે. આ સિવાય જુનાગઢ મ્યુન્સિપલ કોર્પોરેશનમાં રહેતી કિશોરી ઓને સ્વરક્ષણ માટેની આધુનિક તાલીમ આપી શકાય તે માટેની ખાસ જોગવાઈ પણ વર્ષ ૨૦૨૬-૨૭ ના બજેટમાં કરાઈ છે.