
પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કૃષ્ણનગરમાં એક રેલીમાં આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ મતદાર યાદીના વિશેષ સંશોધન દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટની ફરજો સંભાળવા માટે દિલ્હીથી ભારતીય જનતા પાર્ટી સમર્થક અધિકારીઓને મોકલી રહ્યું છે.
મુખ્યમંત્રી બેનર્જીએ કોલકાતામાં તાજેતરમાં એક કાર્યક્રમમાં ખાદ્ય વિક્રેતાઓ પર થયેલા હુમલાની પણ નિંદા કરી. તેમણે કહ્યું, આ ઉત્તર પ્રદેશ નથી અને આવા કૃત્યો સહન કરવામાં આવશે નહીં. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ ખાદ્ય વિક્રેતાઓને માર માર્યો હતો… અમે ગઈકાલે રાત્રે બધાની ધરપકડ કરી હતી.
મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ નક્કી કરી શક્તું નથી કે કોણ શાકાહારી કે માંસાહારી ખોરાક ખાશે; તે વ્યક્તિગત પસંદગી છે. કોલકાતામાં તાજેતરમાં થયેલા વિશાળ ગીતા પાઠ અંગે, તેમણે કહ્યું, આપણે બધા ગીતા વાંચીએ છીએ; તેના માટે મેળાવડાની શું જરૂર છે?
તેમણે ભાજપ પર રાજ્યમાં સાંપ્રદાયિક વિભાજનની સંસ્કૃતિ લાવવાનો આરોપ લગાવ્યો. બેનર્જીએ કહ્યું, હું સાંપ્રદાયિક વિભાજનમાં માનતી નથી. હું બધા ધર્મો સાથે કામ કરવા માંગુ છું. ફક્ત ગીતા વાંચવા માટે જાહેર મેળાવડાની શું જરૂર છે? જે લોકો ભગવાનને પ્રાર્થના કરે છે અથવા અલ્લાહ પાસેથી આશીર્વાદ માંગે છે તેઓ તેમના હૃદયમાં આવું કરે છે.
તેમણે એવા લોકો પર પણ કટાક્ષ કર્યો જેઓ કથિત રીતે રાજકીય લાભ માટે ધામક ગ્રંથોનો ઉપયોગ કરે છે. તેમણે કહ્યું, હું તેમને પૂછવા માંગુ છું કે જેઓ ’ગીતા, ગીતા’નો જાપ કરી રહ્યા છે, ભગવાન કૃષ્ણે ધર્મ વિશે શું કહ્યું? ધર્મનો અર્થ પાલન છે, વિભાજન નહીં. તેઓ પશ્ર્ચિમ બંગાળનો નાશ કરવા માંગે છે. તેઓ રાજ્ય પર કબજો કરવા માંગે છે અને લોકોને બંગાળી બોલતા અટકાવવા માંગે છે. આપણે બધા ગીતા વાંચીએ છીએ અને પાઠ કરીએ છીએ. આ માટે સભા કરવાની શું જરૂર છે?
બુધવારે રાત્રે, કોલકાતા પોલીસે ૭ ડિસેમ્બરે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત પંચ લાખોં કોંઠે ગીતા પાઠ (પાંચ લાખ અવાજો સાથે ગીતા પાઠ) કાર્યક્રમમાં બે ખાદ્ય વિક્રેતાઓ પર હુમલો કરવા બદલ ત્રણ લોકોની ધરપકડ કરી હતી. મેદાન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી બે ફરિયાદોના આધારે આ ધરપકડ કરવામાં આવી હતી.
મમતાએ ચેતવણી આપી હતી કે જો કોઈ લાયક વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવે તો તેઓ ધરણા વિરોધ કરશે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્રીય ગૃહમંત્રી કંઈ પણ કરી શકે છે. તેઓ બધા બંગાળીઓને બાંગ્લાદેશી ગણાવી શકે છે અને તેમને ડિટેન્શન કેમ્પમાં મોકલી શકે છે.તેમણે કહ્યું, મેં હજુ સુધી મારું ગણતરી ફોર્મ પણ ભર્યું નથી. ભાજપને તોફાનીઓનો પક્ષ ગણાવતા, મુખ્યમંત્રી મમતાએ પૂછ્યું, શું મારે મારી નાગરિક્તા સાબિત કરવાની જરૂર છે?
આવતા વર્ષે પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની શક્યતા છે. તે પહેલાં, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં મતદાર યાદીઓની ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પર આકરા પ્રહારો કર્યા, રાજ્યની મહિલાઓને મતદાર યાદીની સમીક્ષા દરમિયાન તેમના નામ કાઢી નાખવામાં આવે તો રસોડાના સાધનો તૈયાર રાખવા વિનંતી કરી.
મમતા બેનર્જીએ બંગાળના કૃષ્ણનગરમાં એક રેલીમાં કહ્યું, શું તમે સાહેબના નામે માતાઓ અને બહેનોના અધિકાર છીનવી લેશો? તેઓ ચૂંટણી દરમિયાન દિલ્હીથી પોલીસ લાવશે અને માતાઓ અને બહેનોને ડરાવશે. માતાઓ અને બહેનો, જો તમારા નામ કાઢી નાખવામાં આવે, તો તમારી પાસે સાધનો છે, ખરું ને? રસોઈ બનાવતી વખતે તમે જે સાધનોનો ઉપયોગ કરો છો. તમારી પાસે તાકાત છે, ખરું ને? જો તમારા નામ કાઢી નાખવામાં આવે, તો તમે તેને જવા નહીં દો, ખરું ને? મહિલાઓ આગળ લડશે, અને પુરુષો તેમની પાછળ ઉભા રહેશે.
તેમણે કહ્યું કે તેઓ જોવા માંગે છે કે મહિલાઓ વધુ શક્તિશાળી છે કે ભાજપ. તેમણે આરોપ લગાવ્યો, હું સાંપ્રદાયિક્તામાં માનતી નથી. હું ધર્મનિરપેક્ષતામાં માનું છું. જ્યારે પણ ચૂંટણી આવે છે, ત્યારે ભાજપ પૈસાનો ઉપયોગ કરવાનો અને લોકોને વિભાજીત કરવા માટે અન્ય રાજ્યોના લોકોને લાવવાનો પ્રયાસ કરે છે.મુખ્યમંત્રીએ રવિવારે કોલકાતામાં આયોજિત ભગવદ ગીતાના સામૂહિક પાઠનો પણ ઉલ્લેખ કર્યો. તેણીએ કહ્યું, જ્યારે પણ આપણને જરૂર પડે છે, ત્યારે આપણે બધા ઘરે ગીતા વાંચીએ છીએ. જાહેર સભા શા માટે કરવી જોઈએ? ભગવાન હૃદયમાં રહે છે. જે લોકો અલ્લાહને પ્રાર્થના કરે છે તેઓ તેમના હૃદયમાં પણ પ્રાર્થના કરે છે. રમઝાન અને દુર્ગા પૂજા દરમિયાન, આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ છીએ. જે લોકો ગીતા વિશે બૂમ પાડી રહ્યા છે, હું તેમને પૂછવા માંગુ છું કે ભગવાન કૃષ્ણએ શું કહ્યું. ધર્મનો અર્થ શુદ્ધતા, માનવતા, શાંતિ છે, હિંસા, ભેદભાવ અને વિભાજન નહીં.