હાલોલ-જાંબુધોડા રોડ નારૂકોટ પાસે રોડ ઉપરથી પસાર થતી ફોર વ્હીલ ગાડીનો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંલારી લાવ્યો હતો અને બાઈક ચાલક યુવાનને ટકકર મારી માથાના ભાગે ઈજાઓ પહોઁચાડી મોત નિપજાવી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ જાંબુધોડા પોલીસ મથકે નોંધાવા પામી છે.
હાલોલ-જાંબુધોડા રોડ ઉપર નારૂકોટ ગામ પાસેથી પસાર થતી મેકસ ફોર વ્હીલ ગાડી નંબર જીજે.૦૯.બીપી.૧૫૭૬નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને મોટર સાયકલ નંબર જીજે.૧૭.સીજી.૧૩૮૯ના ચાલક સુનિલભાઇ છત્રસિંહભાઈ બારીયા ઉ.વ.૨૪ (રહે. બોરકાપ, તા.જાંબુધોડા)ને અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ જાંબુધોડા પોલીસ મથકે નોૅધાવા પામી છે.