હાલોલ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમને રાત્રિના સમયે એક પીડિત મહિલાનો મદદ માટે કોલ આવ્યો હતો. કોલ કરનાર મહિલાએ જણાવ્યુ હતુ કે, તેમના ધરમાં એક અજાણી મહિલા ધરનુ તાળુ તોડીને ધરમાં જબરદસ્તી ધુસી ગઇ છે. અને ધર ખાલી કરવા તેેૈયાર નથી. જેથી આ મામલે સમજાવટ કરવા અભયમ ટીમની મદદ માંગવામાં આવી હતી. કોલ મળતાની સાથે જ હાલોલ ૧૮૧ અભયમની ટીમ તાત્કાલિક ધટના સ્થળે આવી પહોંચી હતી. અને બંને પક્ષોનુ કાઉન્સિલીંગ હાથ ધર્યુ હતુ.
કાઉન્સિલીંગ દરમિયાન અરજદાર મહિલાએ જણાવ્યુ હતુ કે, તેમના પતિનુ અવસાન થયેલ છે અને તેમને ત્રણ દિકરા છે. બે મોટા દિકરાના લગ્ન થઈ ગયા છે. જયારે સોેથી નાનો દિકરો ૧૯ વર્ષનો છે. અને કંપનીમાં નોકરી કરે છે. નાના દિકરાને ઇન્સ્ટાગ્રામ મારફતે કેવડિયા તરફની એક ૪૫ વર્ષિય મહિલા સાથે પરીચય થયો હતો. દિકરાએ આ મહિલા સાથે લગ્ન કરવાની વાત તેની માતાને કરતા, માતાએ વીડિયો કોલ પર વાતચીત કર્યા બાદ મહિલાને ધરે મળવા બોલાવ્યા હતી. જોકે મહિલા જયારે ધરે મળવા આવી ત્યારે પરિવારને જાણવા મળ્યુ કે, તેની ઉંમર ૪૫ વર્ષની છે. તેના અગાઉ લગ્ન થઈ ચુકયા છે. અને તેને બાળકો પણ છે. આ હકીકત સામે આવતા દિકરાની માતાએ લગ્ન માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતને એક વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં આજરોજ જયારે ધરમાં કોઈ હાજર ન હતુ ત્યારે તે મહિલા ફરીથી આવી હતી. અને ધરનુ તાળુ તોડીને ધરમાં ધુસી ગઈ હતી. ૧૮૧ અભયમની ટીમે ૧૯ વર્ષિય યુવક સાથે વાતચીત કરતા તેણે પણ સ્પષ્ટપણે જણાવ્યુ હતુ કે, તે આ મહિલા સાથે લગ્ન કરવા માંગતો નથી કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો સંબંધ પણ રાખવા માંગતો નથી. ત્યારબાદ અભયમ ટીમે ધરમાં ધુસી ગયેલી ૪૫ વર્ષિય મહિલાનુ કાઉન્સિલીંગ કર્યુ હતુ. અને આ રીતે કોઈના ધરમાં તાળુ તોડીને પ્રવેશ કરવો તે ગુનો બને છે તે અંગે કાયદાકિય સમજણ આપી હતી. અભયમ ટીમની સમજાવટ બાદ મહિલા પોતાની ભુલ સમજી હતી. ટીમે મહિલાના ફોનમાંથી યુવકનો નંબર બ્લોક કરાવ્યો હતો. અને ભવિષ્યમાં યુવક કે તેના પરિવારનો સંપર્ક ન કરવા કડક સુચના આપી હતી. જોકે આ આખો મામલો હાલમાં હાલોલમાં ટોક ઓફ ધ ટાઉન છે. ઓનલાઈન સંબંધોે આખરે કેવા પરિણામ લાવે છે તેનુ આ ઉદાહરણ છે.