રાજદએ નિશાંત કુમારને મુખ્યમંત્રી પદની ઓફર કરી; સાંસદ અભય કુશવાહાની ઓફરથી રાજકીય ચર્ચા ફરી શરૂ થઈ

બિહારના રાજકારણમાં ફરી એકવાર પરિવર્તનની ચર્ચાઓ શરૂ થઈ છે. રાજદએ નિશાંત કુમારને ઝ્રસ્ પદની ઓફર કર્યા પછી આ ચર્ચા શરૂ થઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમારને રાજદના સાંસદ અભય કુશવાહાએ મુખ્યમંત્રી પદની ઓફર કરી હતી. જાકે જદયુએ ભૂતકાળમાં ઘણી વખત આવી ઓફરોને નકારી કાઢી છે, પરંતુ રાજકારણમાં દરેક શક્યતા પર વિચાર કરવામાં આવે છે.બિહારમાં સમ્રાટ ચૌધરી સરકારમાં મંત્રી નિશાંત કુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે, ત્યારે મહાગઠબંધનમાં જદયુને જાડાવાના રાજદના પ્રસ્તાવને પગલે રાજકીય ગતિવિધિઓ વધી ગઈ છે.

રાજદ સાંસદ અભય કુશવાહ કહે છે કે લાલુ પ્રસાદ અને તેજસ્વી યાદવે અગાઉ નીતિશ કુમારને મુખ્યમંત્રી બનાવવા માટે સાથે મળીને કામ કર્યું હતું. જા નીતિશ કુમાર આ વખતે રાજદમાં જાડાય છે, તો પાર્ટીને તેમના પુત્ર નિશાંત કુમારને મુખ્યમંત્રી બનાવવામાં કોઈ સમસ્યા નહીં રહે. તેમનું કહેવું છે કે લાલુ પ્રસાદે હંમેશા લોકોને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે, પરંતુ સત્તા મેળવ્યા પછી લોકો તેમને ભૂલી જાય છે.

અભય કુશવાહાએ ચિરાગ પાસવાનના પિતા રામવિલાસ પાસવાનને રાજ્યસભામાં ચૂંટવામાં લાલુ પ્રસાદની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ૨૦૦૯-૧૦માં રામવિલાસ પાસવાન પાસે કંઈ બચ્યું ન હતું, તેથી લાલુ પ્રસાદ યાદવે તેમને રાજ્યસભામાં ચૂંટવામાં મદદ કરી. ચિરાગ પાસવાન ભલે બકવાસ બોલી શકે છે, પરંતુ તેમણે ઇતિહાસ સમજવો જાઈએ.રાજદ સાંસદે કહ્યું કે બિહારમાં રાજદ ૨૫ બેઠકો પર સમેટાઈ ગયું હોવા છતાં, બિહારના લોકોએ રાજદ સાથે સૌથી વધુ મત વહેંચ્યા. ભાજપ ભલે વિશ્વનો સૌથી મોટો પક્ષ હોવાનો દાવો કરી શકે છે, પરંતુ તેમણે જાહેર કરવું જાઈએ કે તેમને બિહારમાં કેટલા મત મળ્યા.યુપી વિધાનસભા ચૂંટણી અંગેના પ્રશ્નના જવાબમાં ઇત્નડ્ઢ સાંસદે કહ્યું કે ઉત્તર પ્રદેશના લોકોએ આ વખતે પરિવર્તનનો નિર્ણય લીધો છે. અખિલેશ યાદવ યુપીના મુખ્યમંત્રી બનશે. ૨૦૨૯ની લોકસભા ચૂંટણીની પણ જાહેરાત થઈ ગઈ છે. રાહુલ ગાંધી વડાપ્રધાન બનશે.

રાજકીય વિશ્લેષકો માને છે કે જા જદયુ અને રાજદ હવે સાથે આવે તો પણ સરકાર બનાવવી મુશ્કેલ બનશે. ૨૪૩ સભ્યોની બિહાર વિધાનસભામાં સરકાર બનાવવા માટે ૧૨૨ ધારાસભ્યોનો ટેકો જરૂરી છે. પરંતુ વર્તમાન આંકડાઓ અનુસાર, જદયુ પાસે ૮૫ ધારાસભ્યો છે, જ્યારે રાજદ પાસે ૨૫, કોંગ્રેસ પાસે છ, ડાબેરીઓ પાસે ત્રણ અને આઇઆઇપી પાસે એક ધારાસભ્ય છે. આનાથી કુલ ૧૨૦ ધારાસભ્યો થાય છે. આ સ્થિતિમાં, ઓછામાં ઓછા બે અન્ય ધારાસભ્યોનો ટેકો જરૂરી છે.