બે દિવસમાં ચાંદી 9 હજાર ગગડી, સોનાનાં ભાવ પણ તૂટ્યાં.

સોના-ચાંદીના ભાવમાં આજે એટલે કે 27 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 1 કિલો ચાંદીની કિંમત 4,503 રૂપિયા ઘટીને 2.62 લાખ રૂપિયા પર આવી ગઈ છે.

10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ આજે 571 રૂપિયા ઘટીને 1.57 લાખ રૂપિયા થઈ ગયો છે. ચાંદીની કિંમત 2 દિવસમાં 9 હજાર અને 1,800 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.

સોનાની કિંમતોની સફર: ₹1.76 લાખથી ₹1.57 લાખ સુધી

સોનામાં આ વર્ષની શરૂઆતમાં તેજી જોવા મળી હતી, પરંતુ છેલ્લા કેટલાક અઠવાડિયામાં નફાખોરી અને વૈશ્વિક કારણોસર તેમાં ઘટાડો આવ્યો છે.

  • શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): ₹1.33 લાખ
  • ઓલટાઇમ હાઇ (29 જાન્યુઆરી 2026): ₹1.76 લાખ (માત્ર એક મહિનામાં મોટો ઉછાળો)
  • વર્તમાન સ્થિતિ: તેની સર્વોચ્ચ સપાટીથી સોનું અત્યાર સુધીમાં 19 હજાર સસ્તું થયું છે.

ચાંદીના ભાવમાં કડાકો: ₹3.86 લાખથી ₹2.62 લાખ સુધી

ચાંદીમાં સોના કરતાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. તે તેની ઓલટાઇમ હાઇથી ઘણું નીચે આવ્યું છે.

  • શરૂઆતનું સ્તર (31 ડિસેમ્બર 2025): ₹2.30 લાખ
  • ઓલટાઇમ હાઇ (29 જાન્યુઆરી 2026): ₹3.86 લાખ (ઐતિહાસિક વધારો)
  • ઘટાડાનો આંકડો: છેલ્લા 118 દિવસમાં ચાંદી ₹1.24 લાખ સસ્તી થઈ ગઈ છે

ઘટાડાના મુખ્ય કારણો: મેટલ છોડીને ‘કેશ’ પર ભરોસો

સામાન્ય રીતે યુદ્ધના માહોલમાં સોના-ચાંદીના ભાવ વધે છે, પરંતુ આ વખતે સ્થિતિ થોડી અલગ છે:

  • રોકડની બચત: મિડલ ઇસ્ટ યુદ્ધને કારણે રોકાણકારો જોખમ લેવા માંગતા નથી. તેઓ તેમના સોના અને ચાંદીનું વેચાણ કરીને ‘રોકડ’ એકત્રિત કરી રહ્યા છે જેથી અનિશ્ચિતતાના સમયે તેમની પાસે લિક્વિડ મની રહે.
  • પ્રોફિટ બુકિંગ: જાન્યુઆરીમાં કિંમતો રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી, તેથી મોટા રોકાણકારોએ ઊંચા ભાવે તેમની હોલ્ડિંગ્સ વેચવાનું શરૂ કર્યું, જેનાથી બજારમાં સપ્લાય વધી અને કિંમતો ઘટી.

જ્વેલર્સ પાસેથી સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો

1. સર્ટિફાઇડ ગોલ્ડ ખરીદો: હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS) નો હોલમાર્ક લગાવેલું પ્રમાણિત સોનું જ ખરીદો. આ નંબર આલ્ફાન્યુમેરિક એટલે કે આ રીતે હોઈ શકે છે- AZ4524. હોલમાર્કિંગથી ખબર પડે છે કે સોનું કેટલા કેરેટનું છે.

2. કિંમત ક્રોસ ચેક કરો: સોનાનું સાચું વજન અને ખરીદીના દિવસે તેની કિંમત ઘણા સ્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી ક્રોસ ચેક કરો