ધોધંબા તાલુકાના દેવલીકુવા ગામે રહેતા ઈસમ પોતાના રહેણાંક ધરમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી બાતમીના આધારે દામાવાવ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઈંગ્લીશ દારૂ કવાટરીયા તથા બીયર ટીન મળી કુલ રૂા.12,940/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો.
ધોધંંબા તાલુકાના દેવલીકુવા ગામે રહેતા કિરણભાઇ બુધાભાઇ બારીયાએ પોતાના રહેણાંક મકાનમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે દામાવાવ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સીલેકટ ડિલકસ વ્હીસ્કી પેટીઓ નંગ-2 કિંમત રૂા.12,480/-, બીયરટીન નંગ-4 કિંમત રૂા.460/- મળી કુલ રૂા.12,940/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી મળી આવ્યો ન હતો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોેંધાવા પામી છે.