ગોધરા પાલિકાના માજી સભ્ય દ્વારા ગોન્દ્રા વિસ્તારના કોઝવેના નવિનીકરણ, લીલેસરા રોડ ઉપર ગાર્ડન જેવી પડતર માંગ પુરી કરવા ધારાસભ્યને લેખિત રજુઆત.
પાલિકામાં સમાવેશ થયેલ ચિખોદ્રા ગામને પ્રાથમિક સુવિધા મળે.
ગોન્દ્રા થી તૃપ્તિ હોટલ સુધી ડિવાઈડર,સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવેે.
ગોધરા શહેરના વ્હોરવાડ ટાવર થઈ વડોદરા હાઈવેને જોડતો ગોન્દ્રા કોઝવે, વ્હોરવાડ ઈદગાહ મહોલ્લાની વડોદરા હાઈવેને જોડતા કોઝ વે તેમજ સાતપુલ મેશરી નદી પર આવેલ પુલ ઉપરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે અને ગોધરા શહેરને જોડતા કોઝવે અને પુલ છે. આ બ્રીજ અને કોઝ વેનું નિર્માણને આશરે 35 વર્ષ થયા છે અને હાલની સ્થિતીમાં આ બન્ને કોઝવે જર્જરીત હાલતમાં છે. ત્યારે આ બન્ને કોઝવેને તાત્કાલીક નવા બનાવવામાં આવે તે જરૂરી છે. જો જર્જરીત કોઝવેની કામગીરી સમયસર ન કરાય તો મોટી દુર્ધટના થાય તે નકારી શકાય નહિ.
ગોધરા નગર પાલિકામાં 6 ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી ચિખોદ્રા ગ્રામ પંચાયતને પણ નગર પાલિકામાં આવરી લેવામાં આવી છે, પરંતુ ચિખોદ્રા ગામમાં સુવિધાના નામે કંઈ નથી. ત્યારે નગર પાલિકા દ્વારા ચિખોદ્રા ગામને સફાઈ, ગટર, પાણી, લાઈટની સુવિધા મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવે તે જરૂરી છે. સાથે ગોધરા શહેર માંથી પસાર થતા વડોદરા હાઈવે જેના ડીવાઈડરમાં ગોન્દ્રા મૈત્રી સર્કલ થી તૃપ્તિ હોટલ સુધીના ડીવાઈડરમાં નવિન સ્ટ્રીટ લાઈટના થાંભલા એલ.ઈ.ડી. લાઈટ નાખવામાં આવે તે માટે અવારનવાર રજુઆત થતાં કામગીરી થયેલ નથી. ગોધરાના લીલેસરા ગામ રોડ સર્વે નં.4294 નગર પાલિકાની હદ આવેલ છે.આ જગ્યા લુણસા તળાવ સાર્વજનિકના નામે ઓળખાય છે. વર્ષ2018માં જગ્યાની સરકારી માપણી કરાવી ખુંટ મારેલ છે. આ સરકારી જગ્યામાં ગાર્ડન બનાવવા માટે અનેક બાબત રજુઆત કરેલ છે અને પાલિકામાં તા.19/08/2023ની સામાન્ય સભામાં ગાર્ડન બનાવવા માટે ઠરાવ પણ મંજુર કરેલ છે. તેની કામગીરી આજદિન સુધી થયેલ નથી. ત્યારે ગોધરા વિધાનસભા ધારાસભ્યના મત વિસ્તારમાં આવતા નગર પાલિકામાં અટકેલ વિકાસલક્ષી કામોને ગુજરાત રાજ્યના આગામી બજેટમાં સમાવેશ કરી તાત્કાલીક કામગીરી કરવામા આવે તેવી માંગ સાથે પાલિકાના માજી સભ્ય યાકુબ અ.સલામ બકકર (તપેલી)એ ધારાસભ્ય સી.કે.રાઉલજીને લેખિત રજુઆત કરીછે.
બોકસ:
ગો