ગોધરા તાલુકાના લીલેસરા ગ્રામ પંચાયતમાં આવેલ લુણીયા તળાવમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાનમ સિંચાઈ વિભાગ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવેલ છે.
સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ માંથી માટીનું ખોદકામ કરવામાં આવેલ માટી પુરણ માટે ખેડુતોના ખેતરો તથા સરકારી જગ્યામાં ઉપયોગ કરવા માટે વર્કઓર્ડરમાં ઉલ્લેખ જાહેર કરેલ છે. તેમ છતાં લીલેસરા ગ્રામ પંચાયતના લુણીયા તળાવ માંથી ખોદકામ કરી નિકળતી માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને તળાવની માટીનું વેચાણ કરી અંદાજીત ા.૩૦ થી ૪૦ લાખની આવક ઉભી કરવામાં આવી છે. જે સરકારી ધારાધોરણને અનુસરવામાં આવેલ નથી અને લુણીયા તળાવના ખોદકામથી નિકળેલ માટીનું ગેરકાયદેસર વેચાણ કરાઈ છે. જેને લઈ અરજદાર દ્વારા ગોઘરા પાનમ સિંચાઈ યોજનાના કાર્યપાલક ઈજનેરને લેખિત રજુઆત કાર્યવાહીની માંગ કરાઈ છે.
ગોધરા તાલુકાના લીલેસરા ગ્રામ પંચાયતના લુણીયા તળાવ સર્વે નં.૬૯ માંથી ૨૦,૦૦૦ ધનમીટર ખોદકામ કરવાનો વર્ક ઓર્ડરમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે અને સરકારી ધારાધોરણ અંતર્ગત સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ માંથી ખોદકામની નિકળેલ માટીના ઉપયોગ આસપાસ પ્રગતિ હેઠળના સરકારી કામોમાં કે ખેડુતોના ખેતરમાં પુરણ માટે અથવા જાહેર કામોમાં માટીનો ઉપયોગ કરવાનો થતો હોય અને રોયલ્ટી ચુકવવાની ન થતી હોવાની શરતોમાં ઉલ્લેખ હોવા છતાં લીલેસરા લુણીયા તળાવની માટીનું વેચાણ કરાયેલ છે.