
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્ર્વકર્માના જન્મદિવસ નિમિત્તે ગોધરાની પાંજરાપોળ ગૌશાળા ખાતે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ગૌસેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ ગૌશાળામાં ગૌમાતાઓને ઘાસચારો ખવડાવી ગૌસેવાનો લાભ લીધો હતો. જન્મદિવસની ઉજવણીના ભાગપે આ સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈ સહિત ભાજપના અન્ય પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.