ગોધરા આશારામ આશ્રમ સામે શાંતિવન આર્શીવાદ બંગલોમાં વોટસઅપ ગૃપમાં ફરિયાદી વિરૂદ્ધ લખાણ બાબતે કહેવા જતાં ગાળો આપી ધમકી આપતા ફરિયાદ

ગોધરા આશારામ આશ્રમની સામે શાંતિવન આર્શીવાદ બંગલોમાં રહેતા ફરિયાદી જે આરોપીના ધરે જઈ તમે મારા વિ‚દ્ધમાં વોટસઅપ ગૃપમાં જે લખ્યું છે. તે યોગ્ય નથી તમને મારાથી તકલીફ હતી તો રૂબરૂ મળી કહેવું હતું.તેમ કહેતા આરોપી ઈશ્કેરાઈ જઈ ફરિયાદી અને તેમની પત્ની ગાળો આપી ઝપાઝપી કરી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા આશારામ આશ્રમની સામે શાંતિવન આર્શીવાદ બંગલોમાં રહેતા ચિરાગભાઈ મનહરભાઈ ઠકકર જે આરોપી જીગરભાઈ રમણીકભાઈ ઝિંઝુવાડીયાના ધરે જઈ તમે મારા વિરૂદ્ધ વોટસઅપ ગૃપમાં જે લખ્યું તે યોગ્ય નથી. તમને મારાથી તકલીફ હતી તો ‚બ‚ મળીને કહેવું હતુ. તેમ કહેતા જીગરભાઈ ઝિંઝુવાડીયા ઉશ્કેરાઈ ગયા હતા અને ચિરાગભાઈ અને તેમની પત્નીને ગાળો આપી હતી અને ઝપાઝપી કરી ગડદાપાટુનો મારમારી ચિરાગભાઈને આજે તો તને છોડી દીધો છે. હવે પછી મળ્યો તો માર્યા વગર મુકીશું તેમ નહી તેમ કહી ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.