
દિલ્હી ખાતે વિરોધ પ્રદર્શનની શાહી હજુ સુકાઈ નથી ક્યાં ગણતરીના કલાકોમાં જ સોશિયલ મીડિયા પર ‘રિઝર્વેશન હટાવો આંદોલન’ નામના અનામત વિરોધી જૂથે જાર પકડ્યું છે. આ અભિયાનના ઇન્સ્ટાગ્રામ પેજને માત્ર ૨૪ કલાકમાં જ ૫૦ લાખથી વધુ ફોલોઅર્સ મળતાં સમગ્ર દેશ સહિત ગુજરાતના રાજકારણ અને સામાજિક વર્તુળોમાં પણ ભારે સળવળાટ શરૂ થયો છે. રાજ્યમાં અનામત આંદોલનનો ચહેરો બનેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ અને સરદાર પટેલ ગ્રુપના આગેવાનોએ પણ આ સોશિયલ મીડિયા અભિયાનને ખુલ્લું સમર્થન આપ્યું છે. આગેવાનોએ માંગ કરી છે કે આઝાદીના ૭૫ વર્ષ પછી હવે દેશમાં અનામતની નીતિમાં સુધારો જરૂરી છે અને અનામત જ્ઞાતિ આધારિત નહીં, પરંતુ માત્ર ગરીબી અને આર્થિક સ્થિતિના આધારે જ મળવી જાઈએ.
એસપીજીના લાલજી પટેલે જણાવ્યું હતું કે “અમે ભૂતકાળમાં જે આંદોલન કર્યું હતું તે યોગ્ય વ્યક્તિને ન્યાય મળે તે માટે હતું. પરંતુ વર્તમાન સ્થિતિ એ છે કે માત્ર સંપન્ન અને પૈસાવાળો વર્ગ જ અનામતનો મોટો લાભ લઈ રહ્યો છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રના જરૂરિયાતમંદ યુવાનો વંચિત રહી જાય છે. જ્ઞાતિના આધારે નહીં, પણ જેને ખરેખર જરૂર છે તેને જ અનામત મળવું જાઈએ.”પાસના નેતા દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે “આઝાદીના ૭૫ વર્ષ પછી અનામત નીતિની સમીક્ષા અને સુધારો એ સમયની માંગ છે. સામાન્ય વર્ગના યુવાનોને નોકરી અને શિક્ષણ ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. આ અસમાનતા દૂર કરી સાચા જરૂરિયાતમંદ પરિવારો સુધી લાભ પહોંચાડવા માટે પ્રયાસો થવા જરૂરી છે.”પાસના નેતા વરૂણ પટેલે જણાવ્યું હતું કે “દેશભરમાં જ્યારે અનામતની સમીક્ષા અને સુધારાની માંગ ઊઠી છે, ત્યારે અમે ચર્ચા-વિચારણા કરીને તેમાં સહભાગી થઈશું. યુવાનોનો આ રોષ ભવિષ્યમાં એક ઐતિહાસિક આંદોલનનું રૂપ ધારણ કરશે.”દિલ્હીમાં નીટ પેપર લીક અને અન્ય મુદ્દાઓને લઈને જેન-ઝી યુવાનોના વિરોધ પ્રદર્શનો શાંત પડ્યા બાદ, જાહેર મુદ્દાઓ પર સોશિયલ મીડિયા સંચાલિત ઝુંબેશોએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં સામાન્ય વર્ગના યુવાનોનો આક્ષેપ છે કે શિક્ષણ અને નોકરીઓમાં આર્થિક રીતે નબળા વર્ગના યુવાનોને સમાન તકો મળતી નથી. અનામતનો મોટાભાગનો લાભ શહેરોમાં રહેતા આર્થિક રીતે સક્ષમ વર્ગો પચાવી પાડે છે, જ્યારે ગામડાંના ગરીબ યુવાનો પાછળ રહી જાય છે.
ગુજરાતમાં અનામતનું વર્તમાન માળખું રાજ્યમાં હાલ વિવિધ વર્ગો માટે બંધારણીય જાગવાઈઓ મુજબ અનામતની ટકાવારી નીચે મુજબ છેઃ વર્ગ / કેટેગરી અનામત ટકાવારી આધારીત પરિબળ
અનુસૂચિત જાતિ ૭% બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ મુજબ (વસ્તી આધારિત) અનુસૂચિત જનજાતિ ૧૫% બંધારણના અનુચ્છેદ ૧૫ અને ૧૬ મુજબ (વસ્તી આધારિત) સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ૨૭% એકથી વધુ જ્ઞાતિઓનો સમૂહ (વસ્તી આધારિત નહીં)આર્થિક રીતે નબળા વર્ગ ૧૦% એસસી એસટી ઓબીસી સિવાયની તમામ જ્ઞાતિઓ માટે (આર્થિક આધાર) ઉલ્લેખનીય છે કે, પાટીદાર આંદોલનથી ધમધમી ઊઠેલા ગુજરાતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલા આ નવા ‘રિઝર્વેશન હટાવો આંદોલન’માં પાસ અને એસપીજીના આગેવાનો જાડાવવાથી રાજકીય અને સામાજિક ગરમાવો ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે.